શોધખોળ કરો

World Cup Final: રોહિત-કોહલી નહીં પરંતુ આ ખેલાડી છે મોટો ખતરો, ઓસ્ટ્રેલિયાના કેપ્ટને વ્યક્ત કરી ચિંતા

World Cup 2023 Final: અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મોહમ્મદ શમીને ઓસ્ટ્રેલિયા માટે મોટો ખતરો ગણાવ્યો છે.

World Cup 2023 Final: અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મોહમ્મદ શમીને ઓસ્ટ્રેલિયા માટે મોટો ખતરો ગણાવ્યો છે. ફાઈનલ મેચના એક દિવસ પહેલા, કમિન્સે પ્રેસ સાથે વાત કરતા શમી વિશે વાત કરી અને કહ્યું કે "શમી ચોક્કસપણે અમારા માટે સૌથી મોટો ખતરો છે".

ઓસ્ટ્રેલિયન કેપ્ટને કહ્યું, મારો મતલબ છે કે ભારતીય ટીમ દરેક વિભાગમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તમે જાણો છો કે એક એવો ખેલાડી છે જે ટૂર્નામેન્ટની શરૂઆતમાં રમ્યો ન હતો, જેણે પછીથી ખરેખર સારું પ્રદર્શન કર્યું હતું, તે સ્વાભાવિક રીતે જ મોહમ્મદ શમી છે, તે એક ક્લાસ બોલર છે, તેથી હા, તે એક મહાન બોલર છે અને ચોક્કસપણે અમારા માટે સૌથી મોટો ખતરો છે. પરંતુ અમારા બોલરો પડકાર ઝીલવા માટે તૈયાર છે. અમે ભૂતકાળમાં પણ આવું કર્યું છે. શમી એક અસાધરણ ખેલાડી છે. કમિન્સનું માનવું છે કે અમે સ્પિનરોમાં કુલદીપ યાદવ અને જાડેજાને હળવાશથી નથી લઈ રહ્યા.

શમીએ આ વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી છે અને અત્યાર સુધીમાં કુલ 23 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. શમી આ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના પછી એડમ ઝમ્પા છે જેના નામે 22 વિકેટ છે. આવી સ્થિતિમાં, તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ બંને બોલરોમાંથી આખરે કોણ સૌથી વધુ વિકેટ લે છે.

કોહલી-રોહિત માટે અલગ પ્લાન

ઓસ્ટ્રેલિયન કેપ્ટને કોહલી અને રોહિત વિશે પણ વાત કરી અને કહ્યું કે અમારી પાસે તેમને આઉટ કરવા માટે ખાસ પ્લાન છે. અમે તેને કોઈપણ ભોગે ઝડપથી આઉટ કરવાનો પ્રયાસ કરીશું.

ટોસ પર નજર નથી

પેટ કમિન્સે કહ્યું કે, અમે ટોસ વિશે વધુ વિચારી રહ્યા નથી. અમે અમારું 100 ટકા આપવા માંગીએ છીએ. કમિન્સે કહ્યું કે અમારા ખેલાડીઓ મોટી મેચોમાં સારું પ્રદર્શન કરે છે. મોટી મેચોમાં અમારા જુદા જુદા ખેલાડીઓ આગળ આવે છે અને પ્રદર્શન કરે છે. મને આશા છે કે આ વખતે ફાઇનલમાં પણ અમારા ખેલાડીઓ આગળ આવશે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો

સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ

Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ

ABP Premium

વિડિઓઝ

Gujarat: ગાંધીના ગુજરાતમાં આરોગ્યના નામે દારૂની પરમીટોની લ્હાણી, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ

હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત

RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા

Embed widget