(Source: ECI/ABP News/ABP Majha)
World Cup 2023: આ 10 ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવ્યા, આંકડા જોઈ દંગ રહી જશો
વનડે વર્લ્ડ કપ 2023 અત્યાર સુધી ઘણો રોમાંચક રહ્યો છે. ટુર્નામેન્ટમાં બોલ અને બેટ વચ્ચે જોરદાર જંગ જોવા મળ્યો હતો.
ICC World Cup 2023: વનડે વર્લ્ડ કપ 2023 અત્યાર સુધી ઘણો રોમાંચક રહ્યો છે. ટુર્નામેન્ટમાં બોલ અને બેટ વચ્ચે જોરદાર જંગ જોવા મળ્યો હતો. અનુભવીથી લઈને યુવા ખેલાડીઓ સુધી ઘણા ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં પોતાની અલગ છાપ છોડી છે. ટૂર્નામેન્ટ પણ કેટલાક માટે ખૂબ જ ખરાબ રહી છે. પરંતુ અમે તમને એવા ખેલાડીઓનો પરિચય કરાવીશું જેમણે પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દિધા છે. ચાલો જાણીએ 10 ખેલાડીઓના શાનદાર પ્રદર્શન.
1- ક્વિન્ટન ડી કોક
પોતાનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલો દક્ષિણ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડી કોક અત્યાર સુધી ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ડી કોકે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 3 સદી ફટકારી છે, જેની સાથે તે હાલમાં વર્લ્ડ કપ 2023નો સૌથી વધુ સ્કોરર છે. આફ્રિકન ઓપનરે 6 ઇનિંગ્સમાં 431 રન બનાવ્યા છે.
2- મોહમ્મદ શમી
અનુભવી ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં પ્રવેશતાની સાથે જ હલચલ મચાવી દીધી હતી. તેણે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમતા પોતાના પંજા ખોલ્યા અને બીજી મેચમાં 4 વિકેટ લીધી. શમીએ બે મેચમાં 9 વિકેટ લીધી છે.
3- ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓપનર ડેવિડ વોર્નરે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 2 સદી ફટકારી છે, જેમાં તેનો હાઈ સ્કોર 163 રન છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વોર્નર હાલમાં બીજા સ્થાને છે. તેણે 6 ઇનિંગ્સમાં 413 રન બનાવ્યા છે.
4- ટ્રેવિસ હેડ
ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ ન્યૂઝીલેન્ડ સામેની મેચ દ્વારા વર્લ્ડ કપ 2023માં ક્રિકેટના મેદાનમાં પરત ફર્યા છે. માથામાં ઈજાના કારણે તે ક્રિકેટથી દૂર હતો અને પરત ફરતાની સાથે જ તેણે પ્રથમ મેચમાં સદી ફટકારી હતી. હેડે ન્યૂઝીલેન્ડ સામે 109 રનની ઇનિંગ રમી હતી.
5- હેનરિક ક્લાસેન
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હેનરિક ક્લાસન અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ક્લાસને 6 ઇનિંગ્સમાં 300 રન બનાવ્યા છે, જેની સાથે તે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં 10માં નંબર પર છે. તેણે પોતાના બેટથી એક સદી પણ ફટકારી છે.
6- સ્કોટ એડવર્ડ્સ
નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મ બતાવ્યું છે. તેણે અત્યાર સુધી 6 મેચની 6 ઇનિંગ્સમાં 204 રન બનાવ્યા છે જેમાં 2 અડધી સદી સામેલ છે.
7- પથુમ નિસાન્કા
શ્રીલંકાના પથુમ નિસાંકા એવા બેટ્સમેન છે જેણે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીમાં સૌથી વધુ 4 અડધી સદી ફટકારી છે. આ સાથે જ તેણે 6 મેચની 6 ઇનિંગ્સમાં 289 રન બનાવ્યા છે.
8- અબ્દુલ્લા શફીક
પાકિસ્તાનના યુવા ઓપનર અબ્દુલ્લા શફીકે વર્લ્ડ કપ 2023 ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કરી સદી (113) ફટકારી હતી. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં શફીક 14મા નંબર પર છે. તેણે 5 ઇનિંગ્સમાં 1 સદી અને 2 અડધી સદીની મદદથી 264 રન બનાવ્યા છે.
9- રચિન રવિન્દ્ર
ન્યૂઝીલેન્ડના યુવા ઓપનર રચિન રવિન્દ્રએ પહેલા જ વર્લ્ડ કપમાં બધાને દિવાના બનાવી દીધા હતા. ઇંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ મેચમાં તેણે 123* રનની ઇનિંગ રમી હતી. અત્યાર સુધી તે ટૂર્નામેન્ટમાં 2 સદી સાથે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને છે. તેણે 6 મેચની 6 ઇનિંગ્સમાં 406 રન બનાવ્યા છે.
10- માર્કો યાનસેન
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો યાનસેને બોલ અને બેટ બંનેમાં શાનદાર પ્રતિભા બતાવી છે. યાનસેને અત્યાર સુધી રમાયેલી 6 મેચમાં 13 વિકેટ ઝડપી છે. બેટ સાથે તેણે 6 ઇનિંગ્સમાં અનુક્રમે 12*, 26, 09, 75*, 1* અને 20 રનની ઇનિંગ્સ રમી છે.