World Cup 2023ની ટ્રૉફી સાથે દેખાઇ હૉટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા, ICCએ સોંપી ખાસ જવાબદારી
હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે આગામી વનડે વર્લ્ડકપ 2023ની ટ્રૉફીનું અનાવરણ થયુ છે. આજે પેરિસના એફિલ ટાવરની નજીક બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ વર્લ્ડકપ 2023ની ટ્રૉફીનું અનાવરણ કર્યુ હતુ,
World Cup 2023 Trophy: આગામી મહિનાઓમાં ભારતમાં ક્રિકેટનો સૌથી મોટી મહાકુભ ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે, આગામી વનડે ક્રિકેટ વર્લ્ડકપ 2023 ભારતીય જમીન પર રમાવવાનો છે, અને ભારતીય ટીમ આ વખતે સૌથી પહેલા હૉટ ફેવરેટ છે. ક્રિકેટ જગતમાં લોકો માની રહ્યાં છે કે, આ વખતે ભારતીય ટીમને હૉમ ગ્રાઉન્ડ પર રમવાનો ફાયદો એ મળશે કે તે આઇસીસી ટ્રૉફી જીતશે. હવે આ બધાની વચ્ચે આઇસીસીએ આજે ઓફિશિયલી આઇસીસી ક્રિકેટ વનડે વર્લ્ડકપ 2023નું અનાવરણ કરવામાં આવ્યુ હતુ.
ભારતીય એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ કર્યુ અનાવરણ -
હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે આગામી વનડે વર્લ્ડકપ 2023ની ટ્રૉફીનું અનાવરણ થયુ છે. આજે પેરિસના એફિલ ટાવરની નજીક બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ વર્લ્ડકપ 2023ની ટ્રૉફીનું અનાવરણ કર્યુ હતુ, આ તસવીરો તેને ખુદ શેર કરી હતી, તસવીર શેર કરતી વખતે એક્ટ્રેસે લખ્યું કે - તે આઇસીસી વર્લ્ડકપ ટ્રૉફી લૉન્ચ કરનારી પહેલી એક્ટ્રેસ છે.
View this post on Instagram
મહત્વનું છે કે, આ વખતે આઇસીસી વર્લ્ડકપ 2023નું ઓયાજન ભારતમાં થવાનું છે અને આ પ્રસંગે એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ખાસ અંદાજમાં જોવા મળશે, કેમકે ઉર્વશી રૌતેલાને આઇસીસીએ ખાસ જવાબદારી સોંપી છે. ઉર્વશી રૌતેલાનું ક્રિકેટ સાથે ખાસ કનેક્શન રહ્યું છે, અવારનવાર એક્ટ્રેસના ક્રિકેટરો સાથેના રિલેશનશીપન પણ ચર્ચાઓ થઇ છે. આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું છે, આ પછી પાકિસ્તાની ફાસ્ટ બૉલર નસીમ શાહનું પણ એક્ટ્રેસ સાથે ઉછળી ચૂક્યું છે. જોકે, હવે આ બધાની વચ્ચે 29 વર્ષીય એક્ટ્રેસનું નામ ફરી એકવાર ભારતીય બેટ્સમેન મિસ્ટર 360 ડિગ્રી સૂર્યકુમાર સાથે ચાલી રહ્યુ છે, હાલમાં જ બન્નેની એક તસવીર પણ સામે આવી હતી.
2023 ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ
ઑક્ટોબર 8 - ઑસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં
11 ઓક્ટોબર – દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે
14 ઓક્ટોબર – અમદાવાદમાં પાકિસ્તાન સામે
19 ઓક્ટોબર - પુણેમાં બાંગ્લાદેશ સામે
22 ઓક્ટોબર – ધર્મશાલા ખાતે ન્યુઝીલેન્ડ સામે
29 ઑક્ટોબર - લખનૌમાં ઇંગ્લેન્ડ સામે
2 નવેમ્બર – મુંબઈમાં શ્રીલંકા સામે
5 નવેમ્બર - કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે
12 નવેમ્બર - બેંગલુરુમાં નેધરલેન્ડ સામે.
25મી ઓગસ્ટથી ટિકિટ બુકિંગ શરૂ થશે. ક્રિકેટ ચાહકો 25મી ઓગસ્ટથી ભારત સિવાયની તમામ ટીમોની મેચની ટિકિટ બુક કરાવી શકશે. તે જ સમયે, ભારતની મેચોની ટિકિટ બુકિંગ 30 ઓગસ્ટથી શરૂ થશે. ગુવાહાટી અને ત્રિવેન્દ્રમમાં રમાનારી ટીમ ઈન્ડિયાની મેચ માટે આ દિવસથી ટિકિટ બુક કરી શકાશે. 31 ઓગસ્ટથી, ચાહકો ભારતમાં ચેન્નાઈ, દિલ્હી અને પૂણેમાં યોજાનારી મેચોની ટિકિટ બુક કરી શકશે. આ પછી, 1 સપ્ટેમ્બરથી, તમે ધર્મશાલા, લખનૌ અને મુંબઈમાં મેચ માટે ટિકિટ બુક કરી શકશો. 2 સપ્ટેમ્બરથી બેંગ્લોર અને કોલકાતામાં યોજાનારી મેચોનું બુકિંગ શક્ય બનશે.