WPL 2023, DC-W vs RCB-W: દિલ્હી કેપિટલ્સે RCB ને 60 રનથી હરાવ્યું, શૈફાલી-તારાનું શાનદાર પ્રદર્શન
DC-W vs RCB-W, Match Highlights: દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 60 રનથી હરાવ્યું છે. ટીમે પ્રથમ બેટિંગ કરતા 223 રન બનાવ્યા હતા. આ દરમિયાન શેફાલી વર્માએ 84 રનની ઇનિંગ રમી હતી.
DC-W vs RCB-W, Match Highlights: દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 60 રનથી હરાવ્યું છે. ટીમે પ્રથમ બેટિંગ કરતા 223 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર શેફાલી વર્માએ 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 8 વિકેટ ગુમાવીને 163 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી તારાએ 5 વિકેટ લીધી હતી.
The @DelhiCapitals complete a 60-run victory over #RCB and are off the mark in the #TATAWPL 👏👏
— Women's Premier League (WPL) (@wplt20) March 5, 2023
Scorecard ▶️ https://t.co/593BI7xKRy#TATAWPL | #RCBvDC pic.twitter.com/AUd4no3tA3
દિલ્હી કેપિટલ્સે બેંગ્લોરને 224 રનનો ટાર્ગેટ આપ્યો હતો
દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 223 રન બનાવ્યા હતા. મારિજાન કેપે 17 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 39 રન બનાવ્યા હતા જ્યારે જેમિમા રોડ્રિગ્ઝે 15 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા.
Tara Norris starred with a sensational fifer for @DelhiCapitals and was our Top Performer from the second innings in the #RCBvDC clash 👏👏
— Women's Premier League (WPL) (@wplt20) March 5, 2023
Take a look at her bowling summary here ✅
Scorecard ▶️ https://t.co/593BI7xKRy#TATAWPL | #RCBvDC pic.twitter.com/Fzhgikuomv
આ પહેલા દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનિંગ જોડીએ શાનદાર બેટિંગ કરી હતી. ઓપનર મેગ લેનિંગે 43 બોલમાં 73 રન બનાવ્યા હતા. જ્યારે બીજી વિકેટ શૈફાલી વર્માના રૂપમાં પડી હતી. તે તોફાની ઇનિંગ્સ બાદ આઉટ થઈ હતી. શૈફાલી વર્માએ 45 બોલમાં 84 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. બેંગ્લોર તરફથી નાઈટે બે વિકેટ લીધી હતી.
દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન:
શૈફાલી વર્મા, મેગ લેનિંગ (C), મારિજન કપ્પ, જેમિમાહ રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, જેસ જોનાસેન, તાન્યા ભાટિયા (વિકી), અરુંધતિ રેડ્ડી, શિખા પાંડે, રાધા યાદવ, તારા નોરિસ
The first bowler to take a fifer in the #TATAWPL
— Women's Premier League (WPL) (@wplt20) March 5, 2023
USA's Tara Norris 🫡
Remember the name! 👏👏
Follow the match ▶️ https://t.co/593BI7xKRy#TATAWPL | #RCBvDC pic.twitter.com/nuU7a0UzL8
સ્મૃતિ મંધાના (c), સોફી ડિવાઇન, દિશા કસાટ, એલિસે પેરી, રિચા ઘોષ (wk), હીથર નાઈટ, કનિકા આહુજા, આશા શોભના, પ્રીતિ બોઝ, મેગન શટ્ટ, રેણુકા સિંહ.