શોધખોળ કરો

UPW-W vs Gujarat-W, Match Highlights: ગુજરાતને હરાવી પ્લેઓફમાં પહોંચ્યું યૂપી વોરિયર્સ

મહિલા પ્રીમિયર લીગ (WPL) 2023 સીઝનની 17મી લીગ મેચમાં  યૂપી વોરિયર્સની ટીમે ગુજરાત જાયન્ટ્સને 3 વિકેટે હરાવીને પ્લેઓફ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

WPL 2023- Full Match Highlights: મહિલા પ્રીમિયર લીગ (WPL) 2023 સીઝનની 17મી લીગ મેચમાં  યૂપી વોરિયર્સની ટીમે ગુજરાત જાયન્ટ્સને 3 વિકેટે હરાવીને પ્લેઓફ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. 179 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી યૂપીની ટીમે 39ના સ્કોર સુધી પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી તાહલિયા મેકગ્રા અને ગ્રેસ હેરિસે ચોથી વિકેટ માટે માત્ર 53 બોલમાં 78 રનની ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી. 

જ્યારે યુપી વોરિયર્સની ટીમને 117ના સ્કોર પર તાહલિયા મેકગ્રાના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો હતો.  ત્યાર બાદ ગ્રેસ હેરિસે ટીમને જીત અપાવવાની જવાબદારી પોતાના ખભા પર લીધી અને રનની ગતિને સંપૂર્ણ રીતે જાળવી રાખવાનું કામ કર્યું. આ પછી  જ્યારે ગ્રેસ હેરિસ 41 બોલમાં 72 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફરી હતી. જ્યારે ટીમને જીતવા માટે 7 રનની જરુર  હતી. યુપી વોરિયર્સની ટીમે 1 બોલ બાકી રહેતાં 3 વિકેટે મેચ જીતી લીધી અને પ્લેઓફ માટેનું સ્થાન પણ સંપૂર્ણ રીતે નિશ્ચિત કર્યું. યૂપી ટીમની આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમ હવે પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ છે.

એશ્લે ગાર્ડનર અને ડાયલન હેમલતાએ ગુજરાતને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું હતું

આ મેચમાં ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન સ્નેહ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ ટીમે 50ના સ્કોર સુધી તેની 3 શરૂઆતી વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી, ડાયલન હેમલતા અને એશ્લે ગાર્ડનર વચ્ચે ચોથી વિકેટ માટે 61 બોલમાં 93 રનની ભાગીદારી જોવા મળી હતી. 

ડાયલન હેમલતાએ 33 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે એશ્લે ગાર્ડનરના બેટ પર 39 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. ગુજરાતની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 178 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. યૂપી વોરિયર્સ તરફથી બોલિંગમાં પાર્શ્વી ચોપરા અને રાજેશ્વરી ગાયકવાડે 2-2 વિકેટ લીધી હતી.

IPL 2023 પછી પણ એમએસ ધોની નિવૃત્ત લેશે નહીં!, જાણો કોણે આપ્યા આ સંકેત

ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની આઈપીએલ 2023 માટે જોરદાર તૈયારી કરી રહ્યો છે. લીગ 31 માર્ચથી શરૂ થશે. IPL 2023ની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. એવી ચર્ચા છે કે CSKના કેપ્ટન એમએસ ધોની માટે આ છેલ્લી IPL હોઈ શકે છે. પરંતુ ટીમના ઝડપી બોલર દીપક ચહરનું કહેવું છે કે એમએસ ધોની તેનાથી પણ આગળ રમી શકે છે. તેમના મતે, 'એ વાતની કોઈ ગેરંટી નથી કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ધોનીને છેલ્લી વખત જોશે'. વર્ષ 2022માં જ્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે શું તે 2023ની ટૂર્નામેન્ટમાં રમવા આવશે તો તેણે કહ્યું હતું કે તે ચોક્કસ રમશે.

આશા છે કે ધોની આગળ રમશે

ન્યૂઝ ઈન્ડિયા સ્પોર્ટ્સ સાથે વાત કરતા ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચહરે કહ્યું, કોઈએ કહ્યું નથી કે આ ધોનીનું છેલ્લું વર્ષ હશે. આશા છે કે તે વધુ રમશે. અમે આવી કોઈ વાત જાણતા નથી. અમે ઈચ્છીએ છીએ કે તે બને તેટલું રમે.

ધોનીની કપ્તાનીમાં રમવું નસીબદાર છે

દીપક ચહર વર્ષ 2018 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે. તે કહે છે કે ધોનીને ક્યારે સંન્યાસ લેવો છે તે કહેવાની જરૂર નથી. દીપકના કહેવા પ્રમાણે, 'ધોની જાણે છે કે તેણે ક્યારે સંન્યાસ લેવો પડશે. અમે જોયું છે કે તેણે ટેસ્ટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે આવું કર્યું છે. બીજું કોઈ જાણતું નથી. મને આશા છે કે તે રમવાનું ચાલુ રાખશે. તેમના નેતૃત્વમાં રમવું એ સૌભાગ્યની વાત છે. તેની સાથે રમવું એક સપનું રહ્યું છે. તે સારી સ્થિતિમાં છે. તમે જોશો કે જ્યારે તે આ વર્ષે આઈપીએલમાં બેટિંગ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget