Delhi Capitals એ ટોસ જીત્યો, MI પ્રથમ બેટિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
વુમન્સ પ્રીમિયર લીગ (Womens Premier League 2025)ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

MIW vs DCW Toss Update WPL 2025: વુમન્સ પ્રીમિયર લીગ (Womens Premier League 2025)ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ બેટિંગ કરશે. આ સિઝનમાં બંને ટીમોની આ પ્રથમ મેચ હશે. આ મુકાબલામાં એક ખેલાડી મુંબઈ માટે અને બે દિલ્હી માટે ડેબ્યૂ કરી રહ્યા છે. આ મેચ એ જ પીચ પર રમાઈ રહી છે જેના પર ગયા શુક્રવારે RCB vs ગુજરાત જાયન્ટ્સ મેચ રમાઈ હતી. તે મેચમાં પ્રથમ બોલિંગ કરનાર ટીમ એટલે કે RCBનો વિજય થયો હતો.
🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss and elect to bowl first against @mipaltan in match no. 2
— Women's Premier League (WPL) (@wplt20) February 15, 2025
Live 👉 https://t.co/99qqGTKYHu#TATAWPL | #MIvDC pic.twitter.com/XbnW9Bvd3c
મેચ પહેલા, અનુભવી ખેલાડીઓ અંજુમ ચોપરા અને મિતાલી રાજે વડોદરાના કોટામ્બી સ્ટેડિયમની પીચનું પરીક્ષણ કર્યું હતું અને કહ્યું હતું કે મુંબઈ અને દિલ્હીની મેચ હાઈ-સ્કોરિંગ હોઈ શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગઈકાલની સરખામણીમાં પિચમાં બહુ બદલાવ આવ્યો નથી અને આ પિચ સ્પિન બોલિંગને વધુ મદદ કરી શકશે નહીં.
મુંબઈ વિ દિલ્હી: હેટ ટૂ હેડ
WPL 2025ના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધીમાં પાંચ વખત સામસામે આવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં મુંબઈ ત્રણ વખત અને દિલ્હી બે વખત જીત્યું છે.
Here's the Playing XI of @mipaltan for the #MIvDC contest 👀
— Women's Premier League (WPL) (@wplt20) February 15, 2025
Live 👉 https://t.co/99qqGTKYHu#TATAWPL | #MIvDC pic.twitter.com/IqCNYuOORs
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન: હેલી મેથ્યુસ, યાસ્તિકા ભાટિયા, નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), અમેલિયા કેર, સજીવન સજના, અમનજોત કૌર, જીંતિમણી કલિતા, સંસ્કૃતિ ગુપ્તા, શબનીમ ઈસ્માઈલ, સાયકા ઈશાક.
દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન: શફાલી વર્મા, મેગ લૈનિંગ (કેપ્ટન), એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, એનાબેલ સધરલેન્ડ, નિક્કી પ્રસાદ, સારા બ્રાઈસ, શિખા પાંડે, અરુંધતિ રેડ્ડી, મિન્નુ મણિ, રાધા યાદવ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું
મહિલા પ્રીમિયર લીગ 2025 ની પહેલી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB એ સિઝનની શરૂઆત મોટી જીત સાથે કરી છે. WPL 2025 ની પહેલી મેચમાં, ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 201 રન બનાવ્યા. જવાબમાં, બેંગલુરુએ 9 બોલ બાકી રહેતા 6 વિકેટે મેચ જીતી લીધી.




















