WTC Final 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાંથી કેએલ રાહુલ થયો બહાર, જાણો કોનો કરાયો સમાવેશ
WTC Final 2023: ભારતીય ટીમ 7 થી 11 જૂન દરમિયાન યોજાનારી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાશે.
WTC Final 2023: ભારતીય પસંદગીકારોએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે કેએલ રાહુલના સ્થાને ખેલાડીની જાહેરાત કરી છે. રાહુલની જગ્યાએ ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને સૂર્યકુમાર યાદવને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ 7 થી 11 જૂન દરમિયાન યોજાનારી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાશે.
ઈશાન કિશનનો કેમ કરાયો સમાવેશ
ઈશાનની ઝડપી બેટિંગ અને વિકેટ રાખવાની ક્ષમતાને કારણે તેની પસંદગી કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા પાસે હાલમાં માત્ર એક જ વિકેટકીપર કેએસ ભરત છે. રાહુલ કીપિંગ પણ કરે છે, પરંતુ તે ટીમમાં નથી. આવી સ્થિતિમાં ઈશાનને વધારાના વિકેટ કીપર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. કિશનને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો ઘણો અનુભવ છે. ડાબોડી બેટ્સમેને 48 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 38.76ની એવરેજથી 2985 રન બનાવ્યા છે. કિશન હજુ ટેસ્ટ મેચ રમ્યો નથી. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે તેની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તે પ્લેઈંગ-11માં સામેલ થઈ શક્યો ન હતો.
BCCI names Ishan Kishan as KL Rahul’s replacement for ICC World Test Championship final at The Oval in London.
— ANI (@ANI) May 8, 2023
(File pic - Ishan Kishan) pic.twitter.com/sMeujHtuoC
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઈશાન કિશન (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.
ગત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતની થઈ હતી હાર
ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. તેણે છેલ્લે 2021માં ન્યૂઝીલેન્ડ સામે ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2021-23 સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓ પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પછી બીજા સ્થાને છે.
IPL 2023માં કેએલ રાહુલ થયો ઘાયલ
IPL 2023માં કેએલ રાહુલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી રાહુલનું સ્કેન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રાહુલ આઈપીએલ 2023માંથી બહાર થઈ ગયો. જો કે ત્યાર બાદ જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભાગ લઈ શકશે નહીં.
IPL 2023માંથી બહાર થયા બાદ KL રાહુલ ભાવુક થઈ ગયો હતો
આઈપીએલ 2023માંથી બહાર થયા બાદ કેએલ રાહુલે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી. આ પોસ્ટમાં, તેણે તેની ઈજા વિશે નવીનતમ અપડેટ આપી. કેએલ રાહુલે લખ્યું કે મેડિકલ ટીમની સલાહ મુજબ હું મારી ઈજાની સર્જરી કરાવીશ, આ સર્જરી ટૂંક સમયમાં થઈ શકે છે. જો કે, મારું ધ્યાન પુનર્વસન અને પુનઃપ્રાપ્તિ પર છે. જોકે આ સમય મારા માટે આસાન નિર્ણય નહોતો, પરંતુ હું જાણું છું કે સંપૂર્ણ રીતે સ્વસ્થ થવાનો આ યોગ્ય સમય છે.