WTC Final: જોશ હેઝલવૂડના સ્થાને આ ખેલાડીને મળશે તક, પૂર્વ કેપ્ટને જણાવી સંભવિત પ્લેઇંગ ઇલેવન
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચ ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.
IND vs AUS Playing XI: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચ ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંન્ને ટીમો 7મી જૂનથી ઓવલના મેદાન પર ટકરાશે. આ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન શું હશે? ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાશે? હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ આ અંગે મોટા સંકેત આપ્યા છે. ચીફ સિલેક્ટર જ્યોર્જ બેઈલીના જણાવ્યા અનુસાર, ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જોશ હેઝલવૂડના સ્થાને સ્કોટ બોલેન્ડને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.
મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ શું કહ્યું?
ઓસ્ટ્રેલિયા પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, માઈકલ નેસર અને કેમરૂન ગ્રીન જેવા ઝડપી બોલિંગ વિકલ્પો છે. જોકે પ્લેઈંગ ઈલેવનમાં જોશ હેઝલવુડનું રમવું શંકાસ્પદ માનવામાં આવે છે. મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઈલીએ કહ્યું કે અમે છેલ્લા 2 વર્ષમાં શાનદાર ક્રિકેટ રમ્યા છીએ. આ કારણે અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી રહ્યા છીએ. તેણે કહ્યું કે આ 2 વર્ષ દરમિયાન મોટાભાગે અમારી ટીમ લગભગ એક જેવી જ રહી, અમે ટીમમાં કોઈ ખાસ ફેરફાર કર્યો નથી. આ સાથે જ તેણે આશા વ્યક્ત કરી હતી કે કાંગારૂ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સારો દેખાવ કરશે.
જોશ હેઝલવૂડની ફિટનેસ કેવી છે?
વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે ઈંગ્લેન્ડની પીચ પર ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોને ફાયદો થઈ શકે છે. બીજી તરફ સ્કોટ બોલેન્ડના રેકોર્ડ પર નજર કરીએ તો આ ખેલાડીએ 7 ટેસ્ટ મેચમાં 28 વિકેટ ઝડપી છે. જોશ હેઝલવૂડના સ્થાને સ્કોટ બોલેન્ડને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી શકે છે. જોશ હેઝલવૂડે તેની ફિટનેસ પર કહ્યું કે હું સારું અનુભવી રહ્યો છું. જો કે, તેણે કહ્યું કે આગામી નેટ સત્રમાં હું કેવી રીતે પ્રેક્ટિસ કરું છું તેના પર નિર્ભર રહેશે. ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ ઈંગ્લેન્ડ સામે એશિઝ શ્રેણી રમશે. જો કે માનવામાં આવી રહ્યું છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદ એશિઝ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં કેટલાક ફેરફાર થઈ શકે છે.
WTC Final: જોશ હેઝલવૂડના સ્થાને આ ખેલાડીને મળશે તક, પૂર્વ કેપ્ટને જણાવી સંભવિત પ્લેઇંગ ઇલેવન
Australia vs India, Final Kennington Oval, London: આઇપીએલ બાદ ભારતીય ટીમને આઇસીસી ઇવેન્ટ રમવાની છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. આ મેચ 7 જૂનથી લંડનમાં શરૂ થઇ રહી છે. આ માટે બીસીસીઆઈ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલ ટીમ સબમિટ કરી છે. યશસ્વી જાયસ્વાલને આ માટે ટીમ ઈન્ડિયામાં સ્ટેન્ડબાય તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
આ અંગે ICCએ જણાવ્યું કે ભારતે પોતાની 15 સભ્યોની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. કેએલ રાહુલ ઈજાના કારણે રમી શકશે નહીં. જેના કારણે તેનું નામ પાછું ખેંચી લેવાયુ છે. જ્યારે યશસ્વી જયસ્વાલને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે