WTC Final: 7 જૂને ઓવલમાં રમાશે ફાઇનલ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થઇ શકે છે ટક્કર
આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ શકે છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ રેન્કિંગમાં 75.56 જીત ટકાવારી સાથે નંબર વન પર છે.
ICC World Test Championship 2023 Final: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) 8 ફેબ્રુઆરી, બુધવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ (WTC Final)ની તારીખનું એલાન કરી દીધુ છે. 2021-23 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ 7 થી 11 જૂનની વચ્ચે લંડનના ઓવલમાં રમાશે. ફાઇનલ મેચ માટે 12 જૂનના દિવસને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની પહેલી સિઝનની ફાઇનલ મેચ સાઉથેમ્પ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી, જેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હાર આપી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઇ શકે છે ફાઇનલ મેચ-
આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ શકે છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ રેન્કિંગમાં 75.56 જીત ટકાવારી સાથે નંબર વન પર છે. વળી, ભારતીય ટીમ 58.93 જીતની ટકાવારી સાથે બીજા નંબર પર છે. આવામાં આ બન્ને ટીમો વચ્ચે ફાઇનલ મેચ હોવાની સંભાવના પ્રબળ દેખાઇ રહી છે.
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી બાદ થશે ફેંસલો -
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી 9મી ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ શરૂ થઇ રહી છે, બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી જ ફાઇનલિસ્ટ નક્કી થઇ શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં જવા માટે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને કમ સે કમ 3-1થી હરાવવુ જરૂરી છે. નહીં તો ટીમ ફાઇનલમાં જગ્યા પાક્કી કરવા માટે અન્ય ટીમો પર નિર્ભર રહેશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની રેન્કિંગમાં શ્રીલંકા 53.33 જીતની ટકાવારી સીથે ત્રીજા નંબર પર છે, 9 માર્ચથી ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે.
બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ -
9-13 ફેબ્રુઆરી - પ્રથમ ટેસ્ટ
17-21 ફેબ્રુઆરી - બીજી ટેસ્ટ
1-5 માર્ચ - ત્રીજી ટેસ્ટ
9-13 માર્ચ - ચોથી ટેસ્ટ
કઈ ચેનલ પરથી ટેલિકાસ્ટ થશે -
ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 4 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. Disney + Hotstar એપ દ્વારા ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ (ભારત ટેસ્ટ ટીમ) -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મો. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ