શોધખોળ કરો

યશસ્વી જયસ્વાલ નિકળ્યો સૌથી આગળ, RCB સામેની મેચના પહેલા જ બોલ પર રચ્યો ઇતિહાસ, વિરાટ રહી ગયો બહુ પાછળ

RCB vs RR: યશસ્વી જયસ્વાલે IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ મેચમાં શાનદાર સિદ્ધિ મેળવી છે. તે IPL માં પહેલા બોલ પર સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

Most Sixes on the First Ball in IPL: યશસ્વી જયસ્વાલે વિરાટ કોહલી અને રોબિન ઉથપ્પા જેવા દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો છે. હકીકતમાં, ગુરુવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, આરસીબીએ રાજસ્થાન રોયલ્સને 206 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ ઇનિંગની શરૂઆત કરી, આ દરમિયાન જયસ્વાલે ઇનિંગના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી. જયસ્વાલ આઈપીએલમાં ઇનિંગના પહેલા બોલ પર સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ બાબતમાં વિરાટ કોહલી પણ તેનાથી ઘણો પાછળ છે.

ભુવનેશ્વર કુમારે આરસીબી માટે પહેલી ઓવર નાખી અને તેના પહેલા જ બોલ પર, જયસ્વાલે પોતાનું બેટ ઘુમાવ્યું અને એક જોરદાર સિક્સર ફટકારી. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે જયસ્વાલે ઇનિંગના પહેલા બોલ પર સિક્સર ફટકારી છે. આ સિઝનમાં પંજાબ કિંગ્સના પ્રિયાંશ આર્યએ પણ આવું જ કર્યું છે.

IPLમાં પહેલા બોલ પર સિક્સર ફટકારનાર બેટ્સમેન
યશસ્વી જયસ્વાલે પહેલા બોલ પર ત્રણ વખત સિક્સર ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ યાદીમાં વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રોબિન ઉથપ્પા, નમન ઓઝા, મયંક અગ્રવાલ, સુનીલ નારાયણ અને પ્રિયાંશ આર્યનો પણ સમાવેશ થાય છે. આ બધા બેટ્સમેનોએ પહેલા બોલ પર એક-એક વખત છગ્ગો ફટકાર્યો છે.

  • યશસ્વી જયસ્વાલ – 3 સિક્સર
  • વિરાટ કોહલી - 1 સિક્સર
  • રોબિન ઉથપ્પા -1 સિક્સર
  • નમન ઓઝા - 1 સિક્સર
  • મયંક અગ્રવાલ - 1 સિક્સર
  • સુનીલ નારાયણ - 1 સિક્સર
  • ફિલ સોલ્ટ - 1 સિક્સર
  • પ્રિયાંશ આર્ય -1 સિક્સર

વિરાટ કોહલીએ પહેલા બોલ પર ક્યારે સિક્સર ફટકારી હતી?
વિરાટ કોહલીએ IPL 2025 માં જ પહેલા બોલ પર છગ્ગો ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. 7 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં તેણે પહેલા બોલ પર જ સિક્સર ફટકારી હતી. વિરાટની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ હતી કારણ કે તેણે જસપ્રીત બુમરાહ સામે પહેલા જ બોલ પર આ સિક્સર ફટકારી હતી. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી IPL 2025 ની ઓરેન્જ કેપ મેળવવાની ખૂબ નજીક પહોંચી ગયો છે. તેણે અત્યાર સુધીમાં 9 ઇનિંગ્સમાં 392 રન બનાવ્યા છે અને તે ટેબલ ટોપર સાઈ સુદર્શનથી માત્ર 25 રન પાછળ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!

જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ

IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ

ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી

વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 

નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ

Embed widget