Yashasvi : સદી બાદ અડધી રાત્રે કોને ફોન લગાવી યશસ્વી ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો?
સસ્વીએ તેની પહેલી જ આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી જ મેચમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 171 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
Yashasvi Jaiswal Video Call To His Father: ડાબા હાથના સ્ટાર ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જયસ્વાલનું ડેબ્યુ શાનદાર રહ્યું હતું. યસસ્વીએ તેની પહેલી જ આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી જ મેચમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 171 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં શાનદાર સદી ફટકાર્યા બાદ યસસ્વી જયસ્વાલે તેના પિતાને ફોન કર્યો હતો.
જયસ્વાલે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે પોતાની સદી પૂરી કરી હતી અને ત્યારબાદ તેણે તેના પિતા સાથે વીડિયો કોલ પર વાત કર્યો હતો. જયસ્વાલના પિતા ભૂપેન્દ્રએ પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. જયસ્વાલના પિતાએ 'હિન્દુસ્તાન ટાઈમ્સ'ને આપેલા ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જયસ્વાલે સવારે સાડા ચાર વાગ્યે ફોન કર્યો હતો.
યશસ્વી જયસ્વાલના પિતાએ કહ્યું હતું કે, તેણે સદી બાદ સવારે લગભગ 4.30 વાગ્યે ફોન કર્યો હતો અને તે પોતાના આંસુ રોકી શક્યો નહોતો. હું પણ રડી પડ્યો હતો. તે એકદમ ભાવનાત્મક ક્ષણ હતી. તે લાંબા સમય સુધી વાત પણ કરી શક્યો નહોતો. કારણ કે, તે ખુબ થાકી ગયો હતો. તેણે મને એટલું જ પૂછ્યું હતું કે, 'પાપ્પા, તમે ખુશ છો?'
જયસ્વાલે ડેબ્યૂમાં સદી ફટકારી સર્જી રેકોર્ડની વણઝાર
જયસ્વાલની આ ઇનિંગ વિદેશી ધરતી પર ડેબ્યૂ કરનારા ભારતીય બેટ્સમેનોમાં સૌથી મોટી હતી. આ સિવાય તે પોતાની ડેબ્યૂ મેચમાં 150 રનનો આંકડો પાર કરનારો ત્રીજો ભારતીય ખેલાડી હતો. આ પહેલા ડાબોડી શિખર ધવન અને વર્તમાન કેપ્ટન રોહિત શર્માએ આ દિદ્ધી હાંસલ કરી હતી.
જયસ્વાલને તેની 171 રનની શાનદાર ઇનિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તે પોતાની ડેબ્યુ મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ જીતનાર 8મો ભારતીય ખેલાડી બન્યો હતો. આ સિરીઝ પહેલા રમાયેલી IPLમાં જયસ્વાલ ખૂબ જ સારી લયમાં જોવા મળ્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં સદી પણ ફટકારી હતી.
યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ડોમિનિકા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. આ સાથે જ આ ખેલાડીએ પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદીનો આંકડો પાર કર્યો. પરંતુ શું તમે જાણો છો કે ટેસ્ટ ઈતિહાસમાં કયા ભારતીય ઓપનરે પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી છે? યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતનો ત્રીજો ઓપનર છે. શિખર ધવન ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર છે. આ ખેલાડીએ વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. શિખર ધવને પોતાની ટેસ્ટ ડેબ્યૂમાં 187 રનની ઇનિંગ રમી હતી.