LLC 2022માં ગુજ્જુ ક્રિકેટરોએ એશિયા લાયન્સને બરાબર ધોયા, 200ની સ્ટ્રાઇક રેટથી ફટકાર્યા રને અપાવી જીત
મેચમાં એશિયા લાયસન્સે પહેલી બેટીંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા.
LLC 2022: હાલમાં લીજેન્ડ્સ લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ ઓમાનમાં રમાઇ રહી છે. ગઇકાલે રાત્રે મસ્કતમાં રમાયેલ ઈંડિયા મહારાજા અને એશિયા લોયન્સ વચ્ચેની મેચમાં જોરદાર પાવર હિટિંગ જોવા મળી. મેચમાં ઇન્ડિયા મહારાજાસે એશિયા લાયન્સને 6 વિકેટે હરાવી દીધુ હતુ. આ મેચમાં રિટાયર ગુજ્જુ ક્રિકેટરો પઠાણ બંધુઓનો ફરી એકવાર જલવો જોવા મળ્યો. યુસુફ પઠાણે શાનદાર બેટિંગ કરતા 200ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા.
મેચમાં એશિયા લાયસન્સે પહેલી બેટીંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંડિયા મહારાજાસે 176 રનના ટાર્ગેટને 19.1 ઓવરમાં 4 વિકેટ ખોઈને મેળવી લીધું હતું. આ ટૂર્નામેન્ટમાં ઇન્ડિયા મહારાજાસે જીત સાથે શરૂઆત કરી હતી.
Same Power! Same Vibe!
— Rishabh singh (@rishabh44286494) January 21, 2022
Amazing to watch legends on field and #Indiamaharajas Winning.@iamyusufpathan was brilliant. pic.twitter.com/EeoLjkAhyM
ઈંડિયા મહારાજાસની જીતનો હીરો યુસુફ પઠાણ રહ્યો હતો. તેણે 40 બોલમાં 80 રન ફટકાર્યા હતાં. યુસુફ પઠાણે ફક્ત 28 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે પોતાની ઈનિંગ્સમાં 5 છગ્ગા અને 9 ચોગ્ગા લગાવ્યા હતાં, આ ઉપરાંત કેપ્ટન મોહમ્મદ કૈફ 42 રન અને ઈરફાન પઠાણ 21 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો.
India Maharajas Won by 6 wickets
— S H E B A S (@Shebas_10) January 20, 2022
What an Inning by Yusuf, Single handedly won it for India 💙 pic.twitter.com/SGrGgigv1S
આ પણ વાંચો.......
રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ
જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ