COVID19 Guidelines: શું પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જરૂરી છે? સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન
સરકારે ગુરુવારે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણની ગંભીરતા છતાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એન્ટીવાયરલ અથવા મોનોક્લોનલ એન્ટીબોડીનો ઉપયોગ કરવાની ભલામણ કરી શકાય નહી
Coronavirus Revised Guidelines: સરકારે ગુરુવારે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણની ગંભીરતા છતાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એન્ટીવાયરલ અથવા મોનોક્લોનલ એન્ટીબોડીનો ઉપયોગ કરવાની ભલામણ કરી શકાય નહી અને જો સ્ટેરોઇડનો ઉપયોગ કરવામાં આવે છે તો તેને ક્લિનિકલ સુધારણાના આધારે 10 થી 14 દિવસમાં ડોઝ ઘટાડવો જોઈએ.
સ્વાસ્થ્ય મંત્રાલયે બાળકો અને કિશોરો (18 વર્ષથી ઓછી ઉંમરના)માં કોવિડ-19ના મેનેજમેન્ટ માટે સંશોધિત વ્યાપક દિશા નિર્દેશોમાં કહ્યું કે પાંચ વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્કની ભલામણ કરી શકાય નહી. તેમાં કહેવામાં આવ્યું છે કે માતા પિતાની સીધી દેખરેખમાં 6-11 વર્ષના બાળકો સુરક્ષિત અને યોગ્ય રીતે માસ્કનો ઉપયોગ કરી શકે છે.
મંત્રાલયે કહ્યું કે 12 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બાળકોને પુખ્ય વ્યક્તિની જેમ માસ્ક પહેરવું જોઇએ. તાજેતરમાં જ કોરોનાના કેસમાં ખાસ કરીને ઓમિક્રોનના કેસમાં વધારો થવાને ધ્યાનમાં રાખીને નિષ્ણાંતોની એક ટીમ દ્ધારા દિશા નિર્દેશોની સમીક્ષા કરવામાં આવી હતી.
મંત્રાલયે કહ્યું કે અન્ય દેશોના આંકડાઓ દર્શાવે છે કે ઓમિક્રોનના કારણે થનારી બીમારી ઓછી ગંભીર છે. જોકે મહામારીની લહેરના કારણે સાવધાની રાખવી જરૂરી છે. દિશા નિર્દેશોમાં સંક્રમણના મામલાના લક્ષણો હળવા, મધ્યમ અને ગંભીરના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કોઇ પણ પ્રકારના લક્ષણ વિના, હળવા લક્ષણોમાં સારવાર માટે એન્ટીમાઇક્રોબિયલ્સ અથવા પ્રોફિલૈક્સિસની ભલામણ કરી શકાય નહીં.
મધ્યમ અને ગંભીર મામલામાં એન્ટીમાઇક્રોબિયલ્સ દવાઓને ત્યાં સુધી આપી શકાય નહી જ્યાં સુધી એક સુપરએડેડે ઇન્ફેક્શનની શંકા ના હોય. સ્ટેરોઇડનો ઉપયોગ યોગ્ય સમય પર, યોગ્ય ડોઝ અને યોગ્ય સમયગાળામાં કરવામાં આવવો જોઇએ.