શોધખોળ કરો

T10 2023: યુસુફ પઠાણે 9 સિક્સર ફટકારી, 80 રનની નોટ આઉટ ઈનિંગથી જોબર્ગે ફાઈનલમાં બનાવી જગ્યા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી યુસુફ પઠાણ જીમ અફ્રો 10 લીગમાં  તરખાટ મચાવી  રહ્યો છે. જોબર્ગ બફેલોઝ તરફથી રમતી વખતે તેણે ઝડપી બેટિંગ કરી.

Yusuf Pathan T10 2023: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી યુસુફ પઠાણ જીમ અફ્રો 10 લીગમાં  તરખાટ મચાવી  રહ્યો છે. જોબર્ગ બફેલોઝ તરફથી રમતી વખતે યુસુફ પઠાણે આક્રમક ઈનિંગ રમી ટીમને શાનદાર જીત અપાવી હતી.  ઝડપી બેટિંગ કરી  યુસુફ પઠાણે 9 સિક્સરની મદદથી 80 રનની અણનમ ઇનિંગ રમી હતી.  પઠાણની આ આક્રમક ઇનિંગ્સના કારણે જોબર્ગે પ્રથમ ક્વોલિફાયરમાં ડરબન કલંદર્સને 6 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે જ જોબર્ગે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. T-10 લીગની અંતિમ મેચ 29 જુલાઈના રોજ હરારેમાં રમાશે.

26 બોલનો સામનો કરીને અણનમ 80 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા ડરબનને 141 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં જોબર્ગે 9.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. પઠાણ ટીમ માટે ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 26 બોલનો સામનો કરીને અણનમ 80 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 9 સિક્સ અને 4 ફોરનો સમાવેશ થાય છે. પઠાણે અંત સુધી બેટિંગ ચાલુ રાખી હતી. તેની ઇનિંગ્સના બદલામાં જોબર્ગે ફાઇનલમાં જગ્યા બનાવી. ટીમે પ્રથમ ક્વોલિફાયરમાં ડરબનને 6 વિકેટે હરાવ્યું હતું. જોબર્ગ તરફથી ઓપનર મોહમ્મદ હફીઝે 8 બોલમાં 17 રન બનાવ્યા હતા. મુશ્ફિકુર રહીમે અણનમ 14 રન બનાવ્યા હતા.

ડરબનની ટીમે 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા

આ પહેલા ડરબનની ટીમે 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા હતા. ટીમ માટે ઓપનર મિર્ઝા બેગે 16 બોલમાં 20 રન બનાવ્યા હતા. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. જ્યોર્જએ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. આન્દ્રે ફ્લેચરે 14 બોલમાં 39 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 સિક્સ અને 4 ફોરનો સમાવેશ થાય છે. આસિફ અલી 12 બોલમાં 32 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. નિક વેલ્ચે 9 બોલનો સામનો કર્યો અને અણનમ 24 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 3 ફોર અને 1 સિક્સ સામેલ હતી.

જોબર્ગની ટીમ હવે 29 જુલાઈએ ફાઈનલ મેચ રમશે

જણાવી દઈએ કે જોબર્ગની ટીમ હવે 29 જુલાઈએ ફાઈનલ મેચ રમશે. તેની ફાઈનલ બીજી ક્વોલિફાયર જીતનારી ટીમમાંથી થશે. બીજા ક્વોલિફાયરમાં ડરબનનો સામનો એલિમિનેટર જીતનારી ટીમ સાથે થશે. એલિમિનેટરમાં કેપ ટાઉન સેમ્પ આર્મી અને હરારે હરિકેન્સ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
આંગળીઓ જોઈને પણ બીમારીઓની ખબર પડી જાય છે, બસ કરવું પડે છે આ કામ

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

2025 શરૂ થતાં જ આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ, કોઈપણ ભોગે આ કામ કરવું જ પડશે

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

Embed widget