શોધખોળ કરો
Advertisement
સન્યાસ બાદ યુવરાજ સિંહની ફરીથી ક્રિકેટમાં વાપસી, કઇ ટીમ સાથે જોડાયો ને કઇ ટૂર્નામેન્ટમાં રમશે, જાણો વિગતે
ખાસ વાત છે કે બીસીસીઆઇ રાષ્ટ્રીય ટી20 ચેમ્પિયનશીપ સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીનુ આયોજન 10મી જાન્યુઆરીથી કરવાનુ વિચારી રહી છે
નવી દિલ્હીઃ ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મહત્વની અને ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવનારા યુવરાજ સિંહ એક વર્ષ પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે, પરંતુ હવે રિપોર્ટ છે કે તે ફરીથી મેદાન પર વાપસી કરવા તૈયાર છે. તે પોતાનો ફેંસલો ફેરવીને હવે ઘરેલુ ક્રિકેટ રમવાની રાહ પર છે. તેને આગામી મહિને રમાનારી સૈયદ મુસ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટમાં પંજાબના 30 સંભવિત ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો છે.
વર્લ્ડકપ 2011ના પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહી ચૂકેલા યુવરાજે ગયા વર્ષે જૂનમાં ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. પરંતુ પંજાબ ક્રિકેટ સંઘના સચિવ પુનીત બાલીના અનુરોધ પર તેને પોતાના રાજ્ય માટે ક્રિકેટ રમવાની તૈયારી બતાવી છે.
ખાસ વાત છે કે બીસીસીઆઇ રાષ્ટ્રીય ટી20 ચેમ્પિયનશીપ સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીનુ આયોજન 10મી જાન્યુઆરીથી કરવાનુ વિચારી રહી છે.
પંજાબના સંભવિત ખેલાડીઓ.....
મનદીપ સિંહ, યુવરાજ સિંહ, અભિષેક શર્મા, સલિલ અરોડા, ગીતાંશ ખેડા, રમનદીપ સિંહ, સનવર સિંહ, કરણ કાલિયા, રાહુલ શર્મા, કૃષ્ણ અલાંગ, સંદીપ શર્મા, અર્શદીપ સિંહ, ઇકજોત સિંહ, પ્રભસિમરન સિંહ, નિહાલ વઢેરા, અનમોલ મલ્હોત્રા, આરુષ સબ્બરવાલ, અભિનવ શર્મા, હરપ્રીત બરાર, મયંક અરકાંડે, બલતેજ સિંહ, સિદ્વાર્થ કૌલ, બરિંન્દર સરાં, ગુરનૂર સિંહ, હરજસ, અભિજીત ગર્ગ, કુંવર પાઠક.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement