શોધખોળ કરો

'એ લોકોના કારણે હું ક્યારેય કોમેન્ટ્રીમાં નહીં આવું...' - Yuvraj Singh ની આકરી ટિપ્પણીથી હડકંપ

Yuvraj Singh on Commentary: એક મોટો ખુલાસો કરતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે જણાવ્યું કે ચોક્કસ વ્યક્તિઓની હાજરીને કારણે તેમને કોમેન્ટ્રી કરવાની કોઈ ઇચ્છા નથી.

Yuvraj Singh on Commentary: ઇરફાન પઠાન, આકાશ ચોપરા અને પાર્થિવ પટેલ સહિતના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો કોમેન્ટ્રીના વ્યવસાયને અપનાવી ચૂક્યા છે. એટલું જ નહીં, 'દાદા' સૌરવ ગાંગુલી પણ ક્યારેક-ક્યારેક કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળે છે. પરંતુ યુવરાજ સિંહ એક એવું મોટું નામ છે, જે કોમેન્ટ્રીના કામથી દૂર રહે છે. યુવરાજે પોતે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે તે કોમેન્ટ્રીનો વ્યવસાય કેમ નથી અપનાવતા અને આ માટે તેમણે કેટલાક લોકોને જવાબદાર ઠેરવ્યા છે.

સ્પોર્ટ્સ તક (Sports Tak) ના જણાવ્યા અનુસાર, યુવરાજ સિંહે તે સૌથી મોટી સમસ્યાનો ખુલાસો કર્યો જેના કારણે તે કોમેન્ટ્રી નથી કરતા. તેમણે કહ્યું કે કેટલાક લોકોએ તેમના પર વ્યક્તિગત (પર્સનલ) ટિપ્પણીઓ કરી છે, જે એક મોટું કારણ છે કે તેઓ કોમેન્ટ્રી બોક્સમાં જવાનું ટાળે છે.

તે લોકોના કારણે...

યુવરાજ સિંહે કહ્યું, "હવે મેં નિવૃત્તિ લઈ લીધી છે, તેથી આ બાબતે ખુલીને વાત કરી શકું છું. જે લોકોએ બેસીને મારા વિશે વાતો કરી છે – ક્રિકેટ વિશે નહીં, પર્સનલ વાતો. જો તમે ક્રિકેટ પર કોમેન્ટ કરી રહ્યા હોવ, મેચ પર વાત કરતા હોવ તો તે યોગ્ય છે, પરંતુ જ્યારે તમે પર્સનલ લેવલ પર વાતો કરવા લાગો છો, ત્યારે તે યાદ રહી જાય છે. હું તે લોકો સાથે નથી બેસવા માંગતો જેમણે મારા વિશે વ્યક્તિગત વાતો કરી છે. આ એક મોટું કારણ છે કે હું કોમેન્ટ્રી નથી કરતો."

તેમણે કોઈનું નામ તો નથી લીધું, પરંતુ એ ચોક્કસ સ્પષ્ટ કરી દીધું છે કે કેટલાક પસંદગીના લોકોના કારણે તેઓ કોમેન્ટ્રીમાં આવવા માંગતો નથી. ક્રિકેટ કારકિર્દીમાંથી નિવૃત્તિ લીધા બાદ યુવરાજ સિંહે ઘણા પંજાબી ક્રિકેટરોને ટ્રેન કર્યા છે. જેમાં સૌથી મોટું નામ અભિષેક શર્માનું છે, જેનાથી દુનિયાના સારા-સારા બોલરો ડરવા લાગ્યા છે. આ સિવાય ટી20 વર્લ્ડ કપ 2026 પહેલા તેમને સંજુ સેમસન સાથે જોવામાં આવ્યો હતો અને IPL 2026 શરૂ થતા પહેલા તેઓ ઋષભ પંતની મદદ કરતો પણ જોવા મળ્યો હતો. નોંધનિય છે કે, યુવરાજે આ ઈન્ટરવ્યૂમાં ઘણા બીજા પણ ખુલાસા કર્યા હતા જેને લઈને ચર્ચા તેજ થઈ છે.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Embed widget