શોધખોળ કરો
Advertisement
ક્રિકેટમાં નહીં થાય યુવરાજ સિંહની વાપસી, BCCIએ આપ્યો મોટો ઝાટકો
વર્ષ 2019માં 10 જૂનના રોજ યુવરાજ સિંહે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
નવી દિલ્હીઃ 2011માં રમાયેલ વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમના હીરો રહેલ યુવરાજ સિંહને મોટો ઝાટકો લાગ્યો છે. ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના ફેન્સ તેની વાપસીની આશા રાખીને બેઠા હતા. જ્યારે બીજી બાજુ BCCIએ તેની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમવાની અરજીને ફગાવી દીધી છે.
પંજાબ તરફથી નહીં રમેશે યુવરાજ
વર્ષ 2019માં 10 જૂનના રોજ યુવરાજ સિંહે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યાર બાદ પંજાબની ટીમે યુવરાજને અપીલ કરી હતી કે આગામી વર્ષે રમાનાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી પોતાની વાપસી કરી શેક છે. યુવરાજે એ પ્રસ્તાવ સ્વીકારતા BCCIમાં પોતાની નિવૃત્તિ બાદ વાપસી માટે અરજી કરી હતી. જ્યારે BCCIએ પંજાબ તરફથી યુવરાજની રમવાની અરજી ફગાવી દીધી છે.
પંજાબ ક્રિકેટ એસોસિએશનને હતી આશા
જણાવીએ કે, વર્ષ 2011માં રમાયેલ વર્લ્ડ કપ દરમિયાન યુવરાજ સિંહને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ પસંદ કરવામાં આવ્યો હતો. યુવરાજ સિંહે ભારત માટે કુલ 304 વનડે, 40 ટેસ્ટ અને 58 ટી20 મેચ રમ્યા છે. ત્યાર બાદ ભારત તરફથી નિવૃત્તિ લીધા બાદ યુવરાજ સિંહે કેનેડામાં ગ્લોબવ ટી20 લીગમાં પણ ભાગ લીધો હતો. પંજાબ ક્રિકેટ એસોસિએશની સીનિયર સીલેક્શન કમિટીએ યુવરાજની વાપસીની આશા સાથે જ ટીમના મેન્ટર તરીકે કામ કરવાની વાત કહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement