ભારતના ક્યા ભૂતપૂર્વ ક્રિકેટરે કોહલીને કેમ આપી 'ઈગો'ને બાજુ પર મૂકવાની સલાહ ? જાણો શું કહ્યું ?
ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી, આ સાથે જ પૂર્વ ક્રિકેટર મનિન્દર સિંહે કોહલીને પોતાનો ઇગો પોતાના ખિસ્સામાં રાખીને પ્રેક્ટિસ કરવાની સલાહ આપી દીધી છે.
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમની લથડતી સ્થિતિ પર હવે વિરાટ કોહલીને પૂર્વ ક્રિકેટરે આડેહાથે લીધો છે. ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી, આ સાથે જ પૂર્વ ક્રિકેટર મનિન્દર સિંહે કોહલીને પોતાનો ઇગો પોતાના ખિસ્સામાં રાખીને પ્રેક્ટિસ કરવાની સલાહ આપી દીધી છે. ઉલ્લેકનીય છે કે, કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી પરંતુ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ અને કેપ્ટન કોહલી પર પણ ફરી એકવાર ફ્લૉપ સાબિત થયો હતો.
કોહલી ફરીથી ફ્લૉપ-
બાકીની ટેસ્ટ મેચોની જેમ કેપ્ટન વિરાટ કોહલી આ ત્રીજી ટેસ્ટમાં પણ ફ્લૉપ સાબિત થયો. કોહલી આ મેચમાં ફક્ત 7 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ આખી સીરીઝમાં કોહલી માત્ર 42 રન જ બનાવી શક્યો છે. આ મેચમાં જેમ્સ એન્ડરસને કોહલીને પેવેલિયન મોકલીને ભારતીય ટીમને બેકફૂટ પર લાવી દીધી હતી.
મનિન્દર સિંહ કોહલીને ઝાટક્યો-
કોહલીને સતત સસ્તામાં આઉટ થવા પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મનિન્દર સિંહે ગુસ્સો ઠાલવ્યો છે. મનિન્દર સિંહે espncricinfo સાથેની વાતચીત દરમિયાન કહ્યું- આ ભારતની પીચો નથી જ્યાં તમે એક પગ આગળ કાઢીને શોર્ટ ફટકારી શકો છો. જેમ કોહલીએ કહ્યું હતુ તેને પ્રેક્ટિસ કરવી પડશે. પોતાના ઘમંડને પોતાના ખિસ્સામાં મુકીને કામ કરવુ પડશે.
મનિન્દર સિંહે આગળ કહ્યું- જો વિરાટ કોહલીને દબાણ બનાવીને રમવુ છે તો એકવાત સમજી લે, આ એવી પીચો નથી જેમ તુ બેટિંગ કરી લે છે. તેને વધુ સમય પીચ પર વિતાવવાની જરૂર છે. જેમ ગઇ પ્રવાસમાં બેટિંગ કરતા તેને 600 રન ઠોકી દીધા હતા.
IND vs ENG 3rd Test Day 2 Stumps: બીજા દિવસની રમતનો અંત, ઇંગ્લેન્ડે ભારત પર 345 રનની લીડ મેળવી---
બીજા દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેન્ડે 345 રનની લીડ મેળવી છે. ઈંગ્લેન્ડ તરફથી શાનદાર બેટિંગ કરતા રુટે સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રુટે શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી છે. રુટ 106 રન બનાવી રમતમાં છે.