શોધખોળ કરો
IPLમાં ઘૂમ મચાવનારા આ ક્રિકેટરે પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન, જાણો વિગત
1/7

નવી દિલ્હીઃ કેરળના ક્રિકેટર અને આઈપીએલ રાજસ્થાન રોયલ્સના સ્ટાર સંજૂ સેમસને શનિવારે પોતાની પ્રેમિકા ચારુલત્તા સાથે લગ્ન કરી લીધા છે. ઇન્ડિયન પ્રિમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી ચૂકેલ સંજૂ સેમસન અને ચારુલત્તા કોલેજના સમયથી એક બીજાને પ્રેમ કરતા હતા.
2/7

સેમસને કહ્યું કે, અમે ખુશ છીએ કે અમને બંન્ને પરિવારના સભ્યોની શુભકામનાઓ મળી છે. સેમસન ખ્રિસ્તી છે અને તેની પત્ની ચારુ હિંદુ છે. સંજૂ સેમસને પારંપરિક કપડા પીળો કુર્તો અને ધોતી પહેરી હતી. જ્યારે ચારુલત્તાએ સાડી પહેરી હતી. બંન્ને એકબીજાને માર ઇવાનિઓસ કોલેજના દિવસોથી ઓળખે છે. હાલમાં ચારુ પોસ્ટ ગેજ્યુએટ્સનો અભ્યાસ કરી રહી છે.
Published at : 23 Dec 2018 09:46 AM (IST)
Tags :
Sanju SamsonView More





















