શોધખોળ કરો
Advertisement
IPL 2019: પોતાની પ્રથમ મેચની કમાણી પુલવામા શહીદોના પરિવારોને આપશે CSK
નવી દિલ્હીઃ ચેન્નઇ સુપરકિંગ્સ ઇન્ડિયન પ્રિમિયર લીગની આ સીઝનની પોતાની પ્રથમ મેચમાં થનારી કમાણી પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારજનોને આપશે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આ મદદનો ચેક આપશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની 12મી સીઝન શનિવારે એટલે કે 23 માર્ચથી શરૂ થશે. સીઝનની પ્રથમ મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે રમાશે.
સીએસકેના નિર્દેશક રાકેશ સિન્હાએ કહ્યું કે આ મેચમાં થનારી કમાણી 14 ફેબ્રુઆરી પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને આપવામાં આવશે. સિંહે ચેન્નઇ સુપરકિંગ્સના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, ચેન્નઇ આઇપીએલની પોતાની પ્રથમ મેચની ટિકિટોથી થનારી કમાણી પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને આપવામાં આવશે. કેપ્ટન ધોની જે ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટિનન્ટ કર્નલ છે. ધોની ચેક પ્રદાન કરશે. ટિકિટ પ્રથમ દિવસે જ કલાકોમાં વેચાઇ ગઇ હતી.
સાઉથ કાશ્મીરમાં પુલવામાં થયેલા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement