શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયામાં ધોનીનું શાનદાર પ્રદર્શન, 8 વર્ષ બાદ ફરી બન્યો 'મેન ઑફ ધ સીરીઝ'
1/3

આ સિરીઝની જો વાત કરવામાં આવે તો ધોની બે વખત નોટ-આઉટ રહ્યો હતો અને એકવાર અમ્પાયરની બેદરકારીને કારણે ધોનીને ખોટો આઉટ આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રણ મેચની સિરીઝમાં પ્રથમ મેચમાં 51 રન બનાવ્યા હતા, આ મેચમાં અંપાયર દ્વારા ખોટી રીતે LBW આપવામાં આવ્યું હતુ. જોકે રિવ્યૂમાં ખબર પડી હતી કે બોલ લેગ સ્ટંપની બહારથી નીકળી ગઇ હતી. એડિલેડમાં ધોની 55 રન સાથે નૉટ-આઉટ રહ્યો હતો. જ્યારે મેલબર્નમાં રમાયેલી અંતિમ મેચમાં ધોની 87 રન સાથે નૉટ-આઉટ રહ્યો હતો.
2/3

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સિરીઝ દરમિયાન ધોનીના શાનદાર પ્રદર્શનને કારણે ધોનીને મેન ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ ધોનીએ સિલેક્ટર્સ દ્વારા વેસ્ટઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી T-20માં આરામ આપવામાં આવ્યો હતો. જોકે ધોનીએ વન-ડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને આલચકોને જડબાતોડ જવાબ આપ્યો છે.
Published at : 18 Jan 2019 07:06 PM (IST)
View More





















