સચિને પોતાની 24 વર્ષ લાંબા કારકિર્દીમાં 664 (463 વનડે, 200 ટેસ્ટ અને 1 ટી20) મેચ રમી છે. તો રાહુલ દ્રવિડે 509 (164 ટેસ્ટ, 344 વનડે, 1 ટી20) મેચ રમી છે. આ ઉપરાંત મહેલા જયવર્ધને, કુમાર સાંગાકારા, સનથ જયસૂર્યા, રિકી પોન્ટિંગ, શાહિદ આફ્રિદી અને જેક કાલિસે 500થી વધારે ઈન્ટરનેશનલ મેચો રમી છે.
2/4
ધોની ટેસ્ટ ક્રિકેટમાં 4876 રન બનાવ્યા છે. તો વનડેમાં તેના નામે 51.37ની એવરેજથી 9967 રન છે. ટી20માં તેના નામે 1455 રન છે. ધોનીના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 256 કેચ અને 58 સ્ટમ્પિંગિનો રેકોર્ડ છે. વન-ડેમાં તેના નામે 297 કેચ અને 107 સ્ટમ્પિંગ છે. તો ટી20માં અત્યાર સુધી તેના નામે 49 કેચ અને 33 સ્ટમ્પિંગ છે.
3/4
શનિવારે (7 જુલાઈ)ના રોજ 37 વર્ષના થનાર ધોની આ સિધ્ધી મેળવનાર ત્રીજા ભારતીય છે. આ પહેલા સચિન તેંડુલકર 664 મેચ અને રાહુલ દ્રવિડ 509 મેચ સાથે આ ઉપલબ્ધી મેળવી હતી. શુક્રવારે રમાયેલ મેચ ધોનીનો 92મો ટી20 આંતરરાષ્ટ્રીય મેચ હતો. આ ઉપરાંત ધોનીએ 90 ટેસ્ટ અને 318 વનડે મેચ રમ્યા છે.
4/4
નવી દિલ્હીઃ ભારતી ટીમના સૌથી સીનિયર ખેલાડી મહેન્દ્ર સિંહ દોનીએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઉતરીને 500 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની ઉપલબ્ધી હાસીલ કરી છે.