શોધખોળ કરો
વર્લ્ડકપમાં ધોની નહીં પહેરી શકે 'બલિદાન' ગ્લવ્સ, ICCએ લગાવ્યો પ્રતિબંધ
આઈસીસીએ નિવેદનમાં કહ્યું છે કે, આઇસીસી ઇવેન્ટના નિયમ કોઇ ખાનગી સંદેશ અથવા લોકોને કોઇપણ સામાન કપડાં પર દેખાડવાની મંજૂરી નથી આપતું.
![વર્લ્ડકપમાં ધોની નહીં પહેરી શકે 'બલિદાન' ગ્લવ્સ, ICCએ લગાવ્યો પ્રતિબંધ dhoni insignia row icc turns down bcci request says he can sport balidan badge વર્લ્ડકપમાં ધોની નહીં પહેરી શકે 'બલિદાન' ગ્લવ્સ, ICCએ લગાવ્યો પ્રતિબંધ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/08072845/1-dhoni-insignia-row-icc-turns-down-bcci-request-says-he-can-sport-balidan-badge.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીના કીપિંગ ગ્લવ્સ પર સેનાના બલિદાન લોકોને લઈને ચાલી રહેલ વિવાદની વચ્ચે આઈસીસીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ક્રિકેટની સૌથી મોટી સંસ્થા આઈસીસીએ બીસીસીઆઈની અપીલને ફગાવી દીધી છે જેમાં તેએ આઈસીસીને ધોનીના બેજવાળા ગ્લવ્સ પહેરવાની મંજૂરી આપવા માટે કહ્યું હતું.
આઈસીસીએ નિવેદનમાં કહ્યું છે કે, આઇસીસી ઇવેન્ટના નિયમ કોઇ ખાનગી સંદેશ અથવા લોકોને કોઇપણ સામાન કપડાં પર દેખાડવાની મંજૂરી નથી આપતું. સાથે જ લોકો વિકેટકિપરના ગ્લવ્સને લઇને જાહેર નિયમનું ઉલ્લંઘન છે.
આ પહેલા વર્લ્ડ કપમાં બલિદાન બેઝના ચિન્હ સાથેના વિકેટકિપિંગ ગ્લવ્સ પહેરીને મેદાનમાં ઉતરનાર ટીમ ઇન્ડિયાના વિકેટકિપર એમ.એસ. ધોનીને બીસીસીઆઇનો સાથ મળ્યો હતો. સુપ્રીમ કોર્ટ તરફથી રચાયેલી સીઓએના અધ્યક્ષ વિનોદ રાયે નિવેદન આપ્યું હતું કે, ધોનીએ આઇસીસીનો કોઇ નિયમ તોડ્યો નથી.
પીટીઆઇ સાથેની વાતચીત દરમિયાન વિનોદ રાયે કહ્યું હતું કે, ધોનીના ગ્લવ્સમાં લાગેલા નિશાનનું ભારતીય વાયુ સેના કે સુરક્ષાદળો સાથે કોઇ સંબંધ નથી. આવી સ્થિતિમાં નિયમ તૂટવાનો કોઇ પ્રશ્ન જ ઊભો થતો નથી. વિનોદ રાયે જાણકારી આપી હતી કે, બીસીસીઆઈએ પહેલાથી જ ધોનીના મામલામાં આઇસીસીને અપીલ કરી દીધી છે.
![વર્લ્ડકપમાં ધોની નહીં પહેરી શકે 'બલિદાન' ગ્લવ્સ, ICCએ લગાવ્યો પ્રતિબંધ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/08072853/2-dhoni-insignia-row-icc-turns-down-bcci-request-says-he-can-sport-balidan-badge.jpg)
![વર્લ્ડકપમાં ધોની નહીં પહેરી શકે 'બલિદાન' ગ્લવ્સ, ICCએ લગાવ્યો પ્રતિબંધ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/08072858/3-dhoni-insignia-row-icc-turns-down-bcci-request-says-he-can-sport-balidan-badge.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)