શોધખોળ કરો

MS Dhoni Retirement: ક્રિકેટના ભગવાન સચિને ધોની સાથેની કઈ ક્ષણને જીવનની શ્રેષ્ઠ ક્ષણ ગણાવી, જાણો વિગત

ધોનીને નિવૃત્તિની જાહેરાત કરતાં જ ટીમ ઈન્ડિયાના પૂર્વ અને વર્તમાન ક્રિકેટરો, ક્રિકેટ જગતમાંથી તેના પર શુભકામનાનો વરસાદ થયો હતો.

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી-20 વર્લ્ડકપ અને 2011નો આઈસીસી વન ડે વર્લ્ડકપ જીતાડનારા 39 વર્ષીય પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ચાર મિનિટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેના ક્રિકેટ જીવનકાળની ઝલક નજરે પડે છે અને બેક ગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે. ઈન્સ્ટા પોસ્ટમાં તેણે કહ્યું, હવે મને રિટાયર માની લો. સપોર્ટ કરવા માટે ફેંસનો આભાર. ધોનીને નિવૃત્તિની જાહેરાત કરતાં જ ટીમ ઈન્ડિયાના પૂર્વ અને વર્તમાન ક્રિકેટરો, ક્રિકેટ જગતમાંથી તેના પર શુભકામનાનો વરસાદ થયો હતો. આ દરમિયાન ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે ટ્વિટ કરીને ધોની સાથેની યાદગાર ક્ષણનો ઉલ્લેખ કર્યો હતો. ધોનીની નિવૃત્તિ બાદ સચિને ટ્વિટ કરીને કહ્યું, “ક્રિકેટમાં તમારું યોગદાન અપાર છે. 2011 વર્લ્ડકપને એક સાથે જીતવો મારા જીવનની શ્રેષ્ઠ શ્રણ રહી છે. તમને અને તમારા પરિવારને આગળની ઈનિંગ માટે શુભેચ્છા.”
ICCની ત્રણ મોટી ટ્રોફી જીતી હોય તેવો ધોની ક્રિકેટ વર્લ્ડનો એકમાત્ર એવો કેપ્ટન છે.  ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2007, ક્રિકેટ વર્લ્ડકપ 2011 અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013 જીતી ચુક્યું છે. આ ઉપરાંત ભારતને 2009માં પ્રથમ વખત ટેસ્ટમાં નંબર-1 પણ ધોનીએ જ બનાવ્યું હતું. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે.  તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'

Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો

ABP Premium

વિડિઓઝ

HMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસPatidar Samaj : Karsan Patelના નિવેદનથી રાજકારમ ગરમાયું, હાર્દિક પટેલે શું કહ્યું?HMPV Virus In India : HMPV વાયરસની ભારતમાં એન્ટ્રીથી મચ્યો ખળભળાટ, ક્યાં નોંધાયો કેસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત

Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...

Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય

HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?

Embed widget