શોધખોળ કરો
Advertisement
MS Dhoni Retirement: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીના સંન્યાસને લઈ શું કહ્યું? જાણો વિગત
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, દરેક ક્રિકેટરે એક દિવસ સફરનો અંત કરવાનો હોય છે.
નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી-20 વર્લ્ડકપ અને 2011નો આઈસીસી વન ડે વર્લ્ડકપ જીતાડનારા 39 વર્ષીય પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ચાર મિનિટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેના ક્રિકેટ જીવનકાળની ઝલક નજરે પડે છે અને બેક ગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે. ઈન્સ્ટા પોસ્ટમાં તેણે કહ્યું, હવે મને રિટાયર માની લો. સપોર્ટ કરવા માટે ફેંસનો આભાર.
ધોનીને નિવૃત્તિની જાહેરાત કરતાં જ ટીમ ઈન્ડિયાના પૂર્વ અને વર્તમાન ક્રિકેટરો, ક્રિકેટ જગતમાંથી તેના પર શુભકામનાનો વરસાદ થયો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ ટ્વિટ કર્યું હતું.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, દરેક ક્રિકેટરે એક દિવસ સફરનો અંત કરવાનો હોય છે. પરંતુ જ્યારે તમારા ખૂબ નજીકના વ્યક્તિ આ ફેંસલો લે ત્યારે ખૂબ ઈમોશનલ થઈ જાવ છે. તમે દેશ માટે જે કર્યું છે તે હંમેશા અમારા દિલમાં રહેશે.
ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement