શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણીઃ 48 કલાક સુધી પ્રચાર નહીં કરી શકે BJP ઉમેદવાર કપિલ મિશ્રા, ECએ લગાવ્યો પ્રતિબંધ
ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ચૂંટણી પંચે બીજેપીના મોડલ ટાઉનના ઉમેદવાર કપિલ મિશ્રા પર 48 કલાક પ્રચારનો પ્રતિબંધ લગાવ્યો છે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા ચૂંટણી પ્રચાર નહીં કરી શકે. ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ચૂંટણી પંચે બીજેપીના મોડલ ટાઉનના ઉમેદવાર કપિલ મિશ્રા પર 48 કલાક પ્રચારનો પ્રતિબંધ લગાવ્યો છે. આ કાર્યવાહી વિવાદીત ટ્વિટને લઈ કરવામાં આવી છે
કપિલે શું કર્યું હતું ટ્વિટ આ પહેલા શુક્રવારે દિલ્હી પોલીસે વિવાદિત ટ્વિટ મામલે કપિલ મિશ્રા સામે એફઆઈઆર દાખલ કરી હતી. કપિલ મિશ્રાએ તેના વિવાદિત ટ્વિટમાં દિલ્હીમાં 8 ફેબ્રુઆરી યોજાનારી ચૂંટણીને ભારત-પાકિસ્તાનના મુકાબલા સમાન ગણાવી હતી. ચૂંટણી પંચના આદેશ બાદ આ વિવાદિત ટ્વિટને દૂર કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે કહ્યું, આવા વિવાદિત ટ્વિટથી સાંપ્રદાયિક હિંસા થઈ શકે છે. ત્રિપાંખિયો જંગ મોડલ ટાઉનથી આમ આદમી પાર્ટી અખિલેશ ત્રિપાઠી અને કોંગ્રેસે આકાંક્ષા ઓલાને ઉમેદવાર બનાવ્યા છે. પરિણામે આ સીટ પર ત્રિપાંખિયો જંગ થશે. ભાજપ-કોંગ્રેસના CM પદના ઉમેદવાર કોણ ? દિલ્હીમાં આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. 2015માં AAPને મળી 67 સીટ ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા. લોકસભામાં ભાજપે મારી બાજી 2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા.#DelhiElections2020: The Election Commission, has banned BJP candidate Kapil Mishra from campaigning for 48 hours starting 5 pm today, for Mishra's 'India vs Pak contest on Feb 8' tweet (file pic) pic.twitter.com/WaHjdEUVAD
— ANI (@ANI) January 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement