શોધખોળ કરો
Advertisement
IND Vs ENG: બીજી ટેસ્ટમાં પણ ભારતનો દબદબો યથાવત, ઇગ્લેન્ડના 5 વિકેટે 103 રન
વિશાખાપટ્ટનમઃ ઇગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો દબદબો જોવા મળ્યો હતો. બીજા દિવસની રમતના અંતે પ્રથમ ઇનિંગમાં ઇગ્લેન્ડના પાંચ વિકેટના નુકશાન પર 103 રન બનાવ્યા હતા. આ રીતે ઇગ્લેન્ડ હજુ ભારતથી 352 રન પાછળ છે અને તેની પાંચ વિકેટ બાકી છે. રમતના અંતે બેન સ્ટોક્સ (12) અને જોની બેરીસ્ટો (12) રને અણનમ રહ્યાં હતા. આ અગાઉ ભારતી ટીમ પ્રથમ ઇનિંગમાં 455 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
ઇગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે ફક્ત ચાર રનના સ્કોર પર કેપ્ટન એલિસ્ટર કૂકની વિકેટ ગુમાવી દીધી હતી. કૂક 2 રને મોહમ્મદ શમીની ઓવરમાં બોલ્ડ થયો હતો. બાદમાં હમીદ પણ 13 રન પર રન આઉટ થયો હતો.
બેન ડકેટ 5 રને અશ્વિનની ઓવરમાં બોલ્ડ થયો હતો. જોકે રૂટે ઇનિંગને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે અડધી સદી બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. આ અગાઉ ગઇકાલે અણનમ રહેલો વિરાટ કોહલી 167 રને મોઇન અલીની ઓવરમાં બેન સ્ટોક્સને કેચ આપી બેઠો હતો. ભારત બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે 455 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસન અને મોઇન અલીએ 3-3 વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion