આ ઉપરાંત ડેવિડ મલાનના સ્થાને 20 વર્ષીય ઓલી પોપેનો ઈંગ્લેન્ડની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
2/4
આ મામલે સોમવારે સ્ટોક્સ સામે કોર્ટ તેનો ફેંસલો સંભળાવવાની છે. ઉપરોક્ત ઘટના બાદ સ્ટોક્સને ટીમમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. સ્ટોક્સ સ્થાને ક્રિસ વોક્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
3/4
બેન સ્ટોક્સે ભારતની બીજી ઈનિંગમાં કેપ્ટન કોહલીની થઈ 4 વિકેટ ઝડપી ઈંગ્લેન્ડની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ગત વર્ષે સપ્ટેમ્બરમાં બ્રિસ્ટલની એક નાઇટક્લબ બહાર સ્ટોક્સ એક વ્યક્તિ સાથે ઝઘડ્યો હતો. જે બાદ તે વ્યક્તિ આંખ પાસે ઈજા થઈ હતી.
4/4
લંડનઃ ભારત સામે પ્રથમ ટેસ્ટમાં રોમાંચક જીત મેળવ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમનો જુસ્સો બુલંદી પર છે. પરંતુ આ પહેલા ઈંગ્લેન્ડની ટીમ માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનું ટીમ ઈન્ડિયા સામે 9 ઓગસ્ટથી લોર્ડ્સમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવી નથી.