શોધખોળ કરો
Advertisement
અખબારે છાપ્યું બેન સ્ટોક્સના સાવકા પિતા સાથે જોડાયેલું 31 વર્ષ જૂનું રહસ્ય, જાણીને લાગી જશે આંચકો
સ્ટોક્સે સોશિયલ મીડિયા પર લખ્યું, મારા માતા-પિતાની અંગતતા પર હુમલો કરવામાં આવ્યો છે, જે અસ્વીકાર્ય છે. મારા પારિવારિક સભ્યોની ગોપનીયતા પર હુમલો કરવાનો કોઈને હક નથી. પત્રકારત્વનું આ સૌથી વિકૃત રૂપ છે.
લંડનઃ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને તેના પરિવારનો ભૂતકાળ એક મીડિયાએ પ્રસિદ્ધ કર્યા બાદ તેને આઘાત લાગ્યો હતો. 28 વર્ષીય સ્ટોક્સે બ્રિટિશ અખબારના અહેવાલ પર આપત્તિ જતાવી છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે 31 વર્ષ પહેલા તેની માતાના પૂર્વ પતિએ સ્ટોક્સના સાવકા ભાઈ-બહેનની હત્યા કરી દીધી હતી.
બેન સ્ટોક્સે મંગળવારે ટ્વિટર પર પોસ્ટ લખીને ઈંગ્લિશ ન્યૂઝ પેપરના વલણને બિન જવાબદાર ગણાવ્યું છે. તેણે પોસ્ટમાં લખ્યું, આ અખબારે તેના રિપોર્ટરને ન્યૂઝીલેન્ડ મારા ઘરે મોકલીને પરિવારની ગોપનીયતા પર હુમલો કર્યો છે. ત્રણ દાયકા પહેલા થયેલી ભયાનક દુર્ઘટનાને ભૂલાવવામાં મારા પરિવારને વર્ષો લાગી ગયા, જેને હવે તેઓ ફરીથી તાજો કરી રહ્યા છે.
(બેન સ્ટોકની માતા)
સ્ટોક્સે સોશિયલ મીડિયા પર લખ્યું, મારા માતા-પિતાની અંગતતા પર હુમલો કરવામાં આવ્યો છે, જે અસ્વીકાર્ય છે. મારા પારિવારિક સભ્યોની ગોપનીયતા પર હુમલો કરવાનો કોઈને હક નથી. પત્રકારત્વનું આ સૌથી વિકૃત રૂપ છે.
— Ben Stokes (@benstokes38) September 17, 2019આ રિપોર્ટ કાતિલ સાવકા પિતા રિચર્ડ ડનની 49 વર્ષીય દીકરી જૈકી ડનના હવાલાથી લખવામાં આવ્યો છે. રિચર્ડ ડન અને માં ડેબ વચ્ચે વિવાદ ચાલતો હોવાથી અલગ રહેતા હતા. એપ્રિલ 1988માં સ્ટોક્સના જન્મ પહેલા સાવકા પિતા રિચર્ડ ડને તેની આઠ વર્ષની સાવતી બહેન ટ્રેસી અને ચાર વર્ષના સાવકા ભાઈ એન્ડ્રૂની ગોળી મારી હત્યા કરી દીધી હતી. મારા પિતા આવી ચીજ કરી શકે તેવો મને વિશ્વાસ નહોતો. આ ખૂબ જ ડરામણું છે. ડેબ આ ઘટના બાદ આઘાતમાં હતી. તેને એક દીકરો છે અને હાલ ઈંગ્લેન્ડમાં સ્ટાર ક્રિકેટર છે તે અંગે મને જાણકારી નથી. મારી માતા ડેબે બીજા લગ્ન કરી લીધા હતા. બેન સ્ટોક્સના પિતા ગેરાર્ડ સ્ટોક્સ જાણીતા રગ્બી ખેલાડી હતા. 39 વર્ષીય બેકાર રિચર્ડ ડેનને ખબર પડી કે ડેબની રગ્બી કોચ સાથે મિત્રતા થઈ ગઈ છે તે બાદ તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે 12 વર્ષના બેન સ્ટોક્સને લઈ તેના માતા-પિતા ઈંગ્લેન્ડ આવતા રહ્યા હતા. જ્યાં ગેરાર્ડે રગ્બી લીગ ક્લબમાં નોકરી શરૂ કરી હતી. ડાઉનલોડિંગ સ્પીડમાં પણ જિયોનો દબદબો, અન્ય કંપનીઓ છે ઘણી પાછળ PoK પર વિદેશ મંત્રી એસ જયશંકરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- જલ્દી હશે ભારતનો ભૌગોલિક હિસ્સો શેરબજારમાં આ કારણથી મચી ગયો હાહાકાર, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement