શોધખોળ કરો
Advertisement
ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનાવનારો આ ખેલાડી હતો દર્દથી પરેશાન, પેન કિલર લઈને રમ્યો, જાણો વિગત
આર્ચરે એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, મને ઘણું દર્દ થતું હતું. હું ભાગ્યશાળી છું કે તેમાંથી ઝડપથી મુક્ત થઈ શક્યો. અફઘાનિસ્તાન સામેની મેચમાં થયેલી ઈજા ગંભીર હતી અને તે બાદ એકપણ મેચ હું દવાઓ વગર રમ્યો નહોતો.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર વર્લ્ડકપ દરમિયાન ઘાયલ થયો હતો અને સેકન્ડ હાફમાં પેન કિલર લીધા વગર એક પણ મુકાબલો રમ્યો નહોતો. આર્ચરે વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ તરફથી 20 વિકેટ લીધી હતી અને યજમાન ટીમને પ્રથમ વખત ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આર્ચરે ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ મુકાબલમાં સુપર ઓવરમાં બોલિંગ કરી હતી. ટુર્નામેન્ટની પાંચમી મેચમાં અફઘાનિસ્તાન સામે તેને ઈજા થઈ હતી. જે બાદ ઈંગ્લેન્ડે ભારત અને ન્યૂઝીલેન્ડ સામે રમવાનું હતું. જેના કારણે કેપ્ટન ઈયોન મોર્ગને તેના મુખ્ય ફાસ્ટ બોલરને આરામ નહોતો કરાવ્યો.
આર્ચરે એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, મને ઘણું દર્દ થતું હતું. હું ભાગ્યશાળી છું કે તેમાંથી ઝડપથી મુક્ત થઈ શક્યો. અફઘાનિસ્તાન સામેની મેચમાં થયેલી ઈજા ગંભીર હતી અને તે બાદ એકપણ મેચ હું દવાઓ વગર રમ્યો નહોતો.
ટુર્નામેન્ટ દરમિયાન મને એક પણ સપ્તાહનો આરામ નહોતો મળ્યો. મેચ બે-ત્રણ દિવસના અંતરે જ રમાતી હોવાથી પૂરતો આરામ થઈ શકતો નહોતો. મારે ઈજામુક્ત થવા 10 દિવસ આરામની જરૂર હતી. ઈંગ્લેન્ડની ટીમ 1 ઓગસ્ટથી ઓસ્ટ્રેલિયા સામે પ્રતિષ્ઠિત એશિઝ સીરિઝ રમશે. આર્ચર હજુ સુધી ઈંગ્લેન્ડ તરફથી એક પણ ટેસ્ટ રમ્યો નથી.
રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, NDRFની ટીમો કરાઈ તૈનાત, જાણો વિગત
પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર શું હવે ઈંગ્લેન્ડ તરફથી રમશે ? જાણો વિગતે
મુંબઈ વરસાદથી ગુજરાતનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો કઈ ટ્રેન કરાઈ રદ્દ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion