રોહિત શર્મા આ મેચમાં બે હજાર રન પૂરા 2000 રનોના ક્લબમાં સામેલ થઈ ગયો છે. રોહિત વિરાટ કોહલી બાદ બીજો ભારતીય ખેલાડી અને વિશ્વનો પાંચમો બેટ્સમેન બની ગયો છે.
2/7
ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલીએ 43 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે સિદ્ધાર્થ કૌલે 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ઈંગ્લેડ તરફથી જેસોન રોયે સર્વાધિક 67 રન બનાવવ્યા હતા. જ્યારે જોસ બટલરે 34 રન બનાવ્યા હતા.
3/7
4/7
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં રોહિત શર્માની આક્રમક સદીથી ટીમ ઈન્ડિયાએ 2-1થી સીરીઝ જીતી લીધી છે. રોહિત શર્માએ તુફાની ઈનિંગ્સ રમતા 7 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 56 બોલમાં 100 રન ફટકારી અણનમ રહી ટીમને જીત અપાવી હતી. આંતરરાષ્ટ્રીય ટી-20મા રોહિત શર્માની આ ત્રીજી સદી છે.
5/7
6/7
ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ ઈંગ્લેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 198 રન બનાવી ટીમ ઈન્ડિયાને જીત માટે 199 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ટીમ ઈન્ડિયાએ 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 201 રન બનાવી જીત મેળવી હતી.
7/7
ઈંગ્લેન્ડને અંતિમ મેચમાં 7 વિકેટથી હરાવીને ટીમ ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ટી-20માં ઈંગ્લેન્ડમાં પ્રથમ વખત અને સતત છઠ્ઠી સીરીઝ પર કબજો કર્યો છે. એટલું જ નહીં ભારતે ત્રણ મેચોની સીરીઝમાં ક્યારેય હાર્યું નથી અને આઠમી વખત સીરીઝ જીતી છે.