શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019ઃ ઇગ્લેન્ડ સામે શ્રીલંકાનો 20 રને વિજય, મલિંગાએ ચાર વિકેટ ઝડપી
શ્રીલંકાના બોલર મલિંગાએ ચાર વિકેટ ઝડપી ટીમને જીત અપાવી હતી. મલિંગાએ જો રૂટ, વિન્સ, બેરિસ્ટો, બટલરને પોતાના શિકાર બનાવ્યા હતા.
લીડ્સઃ વર્લ્ડકપ 2019માં શ્રીલંકાએ ઇગ્લેન્ડને એક રોમાંચક મુકાબલામાં 20 રને હાર આપી હતી. 233 રનનો પીછો કરવા ઉતરેલી ઇગ્લેન્ડની ટીમ 47 ઓવરમા 212 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે અણનમ 82 રન ફટકાર્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે ઇગ્લેન્ડ આ મેચ સરળતાથી જીતી લેશે પરંતુ શ્રીલંકાના બોલર મલિંગાએ ચાર વિકેટ ઝડપી ટીમને જીત અપાવી હતી. મલિંગાએ જો રૂટ, વિન્સ, બેરિસ્ટો, બટલરને પોતાના શિકાર બનાવ્યા હતા.
આ અગાઉ જોની બેયરસ્ટો ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તે મલિંગાનો શિકાર બન્યો હતો. જેમ્સ વિંગ 18 બોલમાં 14 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. જો રૂટે અડધી સદી ફટકારી હતી. ગત મેચમાં શાનદાર ઇનિંગ રમનાર કેપ્ટન મોર્ગન 21 રન બનાવીને ઇસુરુ ઉદાનાનો શિકાર બન્યો હતો. બાદમાં બટલરે 10, મોઇન અલીએ 16 રન ફટકાર્યા હતા.
આ અગાઉ શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં નવ વિકેટ પર 232 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુઝે અણનમ 85 રનની ઇનિંગ રમી હતી. અવિષ્કા ફર્નોડોએ 49 અને કુસલ મેન્ડિસે 46 રનનું યોગદાન આપ્યું હતું. ઇગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર અને માર્ક વુડે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આદિલ રાશીદને બે વિકેટ મળી હતી. મેન્ડિસ અને મેથ્યુઝે ચોથી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. અવિષ્કાએ મેન્ડિસ સાથે ત્રીજી વિકેટ માટે 59 રનની ભાગીદારી નિભાવી હતી. મેથ્યુઝે ધનંજય સાથે છઠ્ઠી વિકેટ માટે 57 રનની ભાગીદારી નોંધાવી હતી. ધનંજયે 29 રનની ઇનિંગ રમી હતી.
આર્ચરે આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 15 વિકેટ ઝડપી છે. તે સૌથી વધુ વિકેટ લેવા મામલે ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક સાથે સંયુક્ત રીતે પ્રથમ નંબર પર છે. આર્ચર ઇગ્લેન્ડ તરફથી એક વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેવા મામલામાં બીજા સ્થાન પર આવી ગયો છે. આ મામલામાં પ્રથમ નંબર પર ઇયાન બોથમ છે તેણે 1992માં 16 વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement