જાડેજાએ આઠમા નંબર પર નવમું અર્ધશતક (અણનમ 86 રન) ફટકારતા ભારતને પહેલી ઇનિંગમાં છ વિકેટ પર 160થી 292 રનો સુધી પહોંચાડ્યું. ફ્રાસબ્રાસે કહ્યું કે, તેની પાર્ટનરશિપ બનતા પહેલાંજ તેને એક જીવનદાન મળ્યું, તેનો તેને ફાયદો ઉઠાવતા શાનદાર ઇનિંગ રમી. તે ખુબ પ્રભાવશાળી અને ખતરનાક ક્રિકેટર છે. અમારે ખુશ થવું જોઇએ કે તે માત્ર છેલ્લી ટેસ્ટમાં જ રમ્યો.
2/4
તેમને કહ્યું કે જો તે સદી ફટકારે છે તો આ શાનદાર હશે. તે દર્શકો દ્વારા મળતા પ્રેમનો લુપ્ત લઇ રહ્યાં છે અને લાંબી ઇનિંગ રમવા ઇચ્છે છે.
3/4
કૉચ ફ્રાસબ્રાસે કહ્યું કે ક્રિકેટપ્રેમીઓ અને ઇંગ્લેન્ડના ક્રિકેટ સમુદાયને આશા હશે કે એલિસ્ટર કૂક પોતાની છેલ્લી ટેસ્ટ ઇનિંગમાં સદી મારે.
4/4
નવી દિલ્હીઃ અંતિમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં રમવાનો મોકો મળ્યા બાદ ઘાતક બેટિંગ કરનારા રવિન્દ્ર જાડેજાથી ઇંગ્લીશ કૉચ ગભરાયા છે. ઇંગ્લેન્ડના સહાયક કૉચ પૉલલ ફારબ્રાસે કહ્યું કે, ભારત માટે રવિન્દ્ર જાડેજા બેસ્ટ ક્રિકેટર છે અને તેમને આનંદ છે કે તે સીરીઝની છેલ્લી અને અંતિમ ટેસ્ટમાં જ ઉતર્યો. જેના કારણે ઇંગ્લેન્ડ ખતરામાંથી બહાર રહ્યું છે.