શોધખોળ કરો
Advertisement
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકની હાર્દિક પંડ્યા સાથે કેમ થઈ રહી છે સરખામણી, જાણો વિગત
રઝાકે એક ટેલિવિઝન કાર્યક્રમમાં ચોંકાવનારી કબૂલાત કરતા કહ્યું કે, ઓછામાં ઓછ 5-6 લગ્નત્તેર સંબંધ રહ્યા છે. એક અફેયર તો આશરે દોઢ વર્ષ સુધી ચાલ્યું હતું. જે બાદ સોશિયલ મીડિયા પર તેની સરખામણી ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે થઈ રહી છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાક તેની અંગત જિંદગી સાથે સંકળાયેલા એક ખુલાસાને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે અનેક મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધ હોવાની કબૂલાત કરી છે. રઝાકે એક ટેલિવિઝન કાર્યક્રમમાં ચોંકાવનારી કબૂલાત કરતા કહ્યું કે, ઓછામાં ઓછ 5-6 લગ્નત્તેર સંબંધ રહ્યા છે. એક અફેયર તો આશરે દોઢ વર્ષ સુધી ચાલ્યું હતું.
રઝાકની કબુલાત બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સ હાર્દિક પંડ્યા સાથે તુલના કરી રહ્યા છે. પંડ્યાએ કોફી વિથ કરણ દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને તે બાદ બીસીસીઆઈ દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. શૉ દરમિયાન હૉસ્ટ કરણ જોહરે હાર્દિકને તેની પ્રાઇવેટ લાઇફ વિશે પુછ્યુ હતુ. હાર્દિકે તે સમયે મહિલાઓ પર કેટલીક અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. તેના બાદ પંડ્યાની ભારે ટીકા થઈ હતી. આ મામલે બીસીસીઆઈએ તપાસના આદેશા આપ્યા હતા.
રઝાકનું નામ બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા સાથે પણ જોડાઈ ચુક્યું છે. બંનેની એક તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી. રઝાકના લગ્ન આયેશા નામની મહિલા સાથે થયા છે અને બે બાળકો પણ છે.
રઝાકે 46 ટેસ્ટ મેચ, 265 વન ડે અને 32 T20 મેચ રમી છે. આંતરરાષ્ટ્રીય કરિયરમાં રઝાકે 8000થી વધારે રન અને 389 વિકેટ લીધી છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાં મળીને પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરે 18 વર્ષ સુધી તેનું યોગદાન આપ્યું હતું.
પોતાનો સેક્સ સીન વીડિયો વાયરલ થઈ જતાં આ હોટ એક્ટ્રેસે શું કહ્યું ?
હવે ચાલુ ક્રિકેટ મેચમાં ટીમ બદલી શકશે ખેલાડી, પણ ICCએ રાખી આ શરત....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement