FIFA એ AIFF પરથી બેન હટાવ્યો, હવે ભારતમાં જ થશે U17 વિમેન્સ ફુટબોલ વર્લ્ડ કપ
ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ (FIFA) એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન પર લાદવામાં આવેલ પ્રતિબંધને હટાવી લીધો છે.
FIFA Lifts Suspension On AIFF: ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ (FIFA) એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન પર લાદવામાં આવેલ પ્રતિબંધને હટાવી લીધો છે. FIFAએ એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે 25 ઓગસ્ટથી ફૂટબોલ એસોસિએશન ઓફ ઈન્ડિયાનું સસ્પેન્શન હટાવી લેવામાં આવ્યું છે. આ સાથે ભારતીય ફૂટબોલ ચાહકો માટે વધુ સારા સમાચાર છે. અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022 હવે માત્ર ભારતમાં જ યોજાશે.
FIFA એ ત્રીજા પક્ષની દખલગીરીને કારણે AIFFને સસ્પેન્ડ કરી દીધું. પરંતુ હવે તેને હટાવી દેવામાં આવ્યો છે. FIFAએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું, "FIFA કાઉન્સિલના બ્યુરોએ અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશન (AIFF) પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. તૃતીય પક્ષોના હસ્તક્ષેપને કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
સસ્પેન્શન હટાવ્યા બાદ AIFFએ ટ્વીટ કરીને જાણકારી આપી કે અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022 સમયસર યોજાશે. 11 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2022 દરમિયાન યોજાશે.
AIFFમાંથી સસ્પેન્શન હટાવ્યા પછી, તેના કાર્યકારી મહાસચિવ સુનંદો ધરે કહ્યું, "ભારતીય ફૂટબોલનો સૌથી કાળો સમય આખરે સમાપ્ત થઈ ગયો છે. 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ AIFF પર લાદવામાં આવેલ સસ્પેન્શન FIFA દ્વારા હટાવી લેવામાં આવ્યું છે. અમે FIFA અને AFCનો, ખાસ કરીને AFCના સેક્રેટરી જનરલ દાટુક સેરી વિન્ડસર જ્હોનનો, આવા મુશ્કેલ સમયમાં અમને માર્ગદર્શન આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
સુપ્રીમ કોર્ટે સોમવારે ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશનના કામકાજનું સંચાલન કરનારી ત્રણ સભ્યોની સમિતિને ભંગ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે આદેશ આપ્યો હતો કે એઆઈએફએફનું રૂટિન કામકાજ કાર્યવાહક મહાસચિવ સંભાળશે. સાથે કોર્ટે એઆઈએફએફની કાર્યકારી સમિતિની રચનાનો પણ નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો :
Ghulam Nabi Azad Resigns: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ હાથનો સાથ છોડ્યો, આપ્યું રાજીનામું
India Playing XI: પાકિસ્તાન સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, રોહિત સાથે ઓપનિંગ કરશે આ ખેલાડી!
JioPhone Plans: 5G રેસમાં દરેકને પછાડવા માટે આવી રહ્યો છે Jioનો સ્માર્ટફોન, જુઓ કેટલી હશે કિંમત