Ghulam Nabi Azad Resigns: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ હાથનો સાથ છોડ્યો, આપ્યું રાજીનામું
Ghulam Nabi Azad Resigns: કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આઝાદે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે.
Ghulam Nabi Azad Resigns: કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આઝાદે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. લાંબા સમયથી નારાજ ચાલી રહેલા ગુલામ નબી આઝાદે આખરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામાનો પત્ર મોકલ્યો છે.
Congress leader Ghulam Nabi Azad severs all ties with Congress Party pic.twitter.com/RuVvRqGSj5
— ANI (@ANI) August 26, 2022
નોંધનિય છે કે, આગામી સમયમાં કાશ્મીરમાં ચૂંટણીઓ યોજાવાની છે. હવે એવા સમયે ગુલામ નબી આઝાદે રાજીનામું આપતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ગુલામ નબી આઝાદનું કાશ્મીરમાં ઘણું વર્ચસ્વ છે.
ગુલામ નબી આઝાદ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. તેઓ કોંગ્રેસના નારાજ નેતાઓના G-23 જૂથમાં પણ સામેલ હતા. G-23 જૂથ સતત કોંગ્રેસમાં ઘણા ફેરફારોની માંગ કરી રહ્યું છે. આ પહેલા કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. સપાએ તેમને રાજ્યસભામાં પણ મોકલ્યા છે.
ગુલામ નબી આઝાદની નારાજગી ત્યારે સામે આવી જ્યારે તેમણે પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યાના કલાકો બાદ જ પદ પરથી રાજીનામું આપ્યું. સોનિયા ગાંધી ઈચ્છતા હતા કે કોંગ્રેસ આઝાદના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી લડે. તેથી જ તેમને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પરંતુ ગુલામ નબીએ પદ મળ્યાના થોડા કલાકો બાદ રાજીનામું આપી દીધું હતું. ત્યારથી રાજકીય વર્તુળોમાં તેમના વિશે અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી.
ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદો રહ્યા છે. પ્રમુખ પદની ચૂંટણીની વાત હોય કે પછી અમુક મુદ્દાઓ પર પાર્ટીના સ્ટેન્ડની વાત હોય. ગુલામ નબી આઝાદ પણ તે G23નો એક ભાગ છે જે પાર્ટીમાં ઘણા મોટા ફેરફારોની વાત કરી રહ્યા હતા.
આ પણ વાંચો
Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ
Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો