(Source: ECI/ABP News/ABP Majha)
Fifa U-17 Women's World Cup: બ્રાઝીલે ભારતને 5-0થી હરાવ્યુ, પોતાના ગ્રુપમાં અંતિમ સ્થાન પર રહી ટીમ ઇન્ડિયા
વાસ્તવમાં યજમાન હોવાના કારણે ભારતને વય જૂથની આ ટોચની સ્પર્ધામાં ડેબ્યૂ કરવાની તક મળી હતી પરંતુ ભારતીય ટીમે તેના પ્રદર્શનથી નિરાશ કર્યા હતા.
IND vs BRA 2022: FIFA મહિલા અંડર-17 ફૂટબોલ વર્લ્ડ કપમાં ભારતને તેની અંતિમ ગ્રુપ મેચમાં બ્રાઝિલ સામે 0-5થી હારનો સામનો કરવો પડ્યો હતો. ફિફા મહિલા અંડર-17 ફૂટબોલ વર્લ્ડ કપમાં ભારતના અભિયાનનો અંત થયો હતો. વાસ્તવમાં યજમાન હોવાના કારણે ભારતને વય જૂથની આ ટોચની સ્પર્ધામાં ડેબ્યૂ કરવાની તક મળી હતી પરંતુ ભારતીય ટીમે તેના પ્રદર્શનથી નિરાશ કર્યા હતા. આ પહેલા ભારતને બંને ગ્રુપ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
An exciting end to Groups A and B! 🤩#U17WWC | #KickOffTheDream pic.twitter.com/FY9EUJLGWy
— FIFA Women's World Cup (@FIFAWWC) October 17, 2022
ભારત ગ્રુપમાં છેલ્લા સ્થાને છે
અગાઉ તેમની ગ્રુપ A મેચોમાં ભારતીય ટીમને યુએસએ 0-8થી હાર આપી હતી. જ્યારે બીજી મેચમાં મોરોક્કોને 0-3થી હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ તેના ગ્રુપમાં છેલ્લા સ્થાને રહી હતી. આ સાથે જ આ ગ્રુપમાંથી બ્રાઝિલ અને અમેરિકાએ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. અમેરિકાએ ગ્રુપ Aની બીજી મેચમાં મોરોક્કોને 4-0થી હરાવ્યું. આ રીતે બ્રાઝિલ અને અમેરિકા બંનેને બે જીત અને એક ડ્રોથી સાત પોઈન્ટ મળ્યા છે. આ પહેલા 14 ઓક્ટોબરે અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે 1-1થી ડ્રો રહી હતી.
Group A final standings. 🔢
— FIFA Women's World Cup (@FIFAWWC) October 17, 2022
Knockout stages for 🇺🇸 and 🇧🇷! #U17WWC | #KickOffTheDream pic.twitter.com/L0GGTM5Kw6
મેચમાં શરૂઆતથી જ બ્રાઝિલનો દબદબો રહ્યો હતો
ભારત-બ્રાઝિલ મેચની વાત કરવામાં આવે તો બ્રાઝિલે શરૂઆતથી જ મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. બ્રાઝિલે વધુ સમય સુધી બોલને પોતાના કબજામાં રાખ્યો હતો. ભારત ગોલ તરફ માત્ર એક જ શોટ મારી શક્યું હતું, પરંતુ બ્રાઝિલે એક ડઝનથી વધુ શોટ ફટકાર્યા હતા. પોતાની ઝડપ અને ક્ષમતાથી ભારતીય ડિફેન્સને સતત પરેશાન કરનાર એલીને બ્રાઝિલ માટે બે ગોલ કર્યા હતા. તેણે 40મી અને 51મી મિનિટમાં ગોલ કર્યા હતા. આ સિવાય અવેજી ખેલાડી લૌરાએ 2 ગોલ કર્યા હતા. તેણે 86મી અને 93મી મિનિટમાં ગોલ કર્યા હતા.