શોધખોળ કરો

FIFA WC 2022 Qatar: સ્વિટ્ઝર્લેન્ડને હરાવી રાઉન્ડ ઓફ- 16માં પહોંચ્યું બ્રાઝીલ, જાણો મેચનો હાલ

ફિફા વર્લ્ડ કપમાં આજે બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લેન્ડની ટીમો આમને-સામને હતી. આ મેચમાં બ્રાઝિલે સ્વિટ્ઝરલેન્ડને 1-0થી હરાવ્યું હતું. આ બંને ટીમો વચ્ચે ગ્રુપ-જીની મેચ હતી.

Brazil vs Switzerland Match Report: ફિફા વર્લ્ડ કપમાં આજે બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લેન્ડની ટીમો આમને-સામને હતી. આ મેચમાં બ્રાઝિલે સ્વિટ્ઝરલેન્ડને 1-0થી હરાવ્યું હતું. આ બંને ટીમો વચ્ચે ગ્રુપ-જીની મેચ હતી. તે જ સમયે, બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચેની આ મેચ કતારના 974 સ્ટેડિયમમાં રમાઈ હતી. આ પહેલા બ્રાઝિલ અને સ્વિટ્ઝરલેન્ડ બંને ટીમો પોતપોતાની મેચ જીતીને અહીં પહોંચી હતી. છેલ્લી મેચમાં બ્રાઝિલે સર્બિયાને 2-0થી હરાવ્યું હતું. જ્યારે સ્વિટ્ઝર્લેન્ડે કેમરૂનને 1-0થી હરાવ્યું હતું. વાસ્તવમાં ફિફા રેન્કિંગમાં બ્રાઝિલ નંબર વન પર છે જ્યારે સ્વિટ્ઝર્લેન્ડની ટીમ 15માં સ્થાન પર છે.

જોકે, બ્રાઝિલે સ્વિટ્ઝર્લેન્ડને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું છે. આ મેચનો એકમાત્ર ગોલ બ્રાઝિલના કેસેમિરોએ કર્યો હતો. કાસેમિરોએ આ ગોલ 83મી મિનિટે કર્યો હતો. આ સાથે જ આ જીત સાથે બ્રાઝિલની ટીમ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. આ પહેલા ફ્રાન્સે આગામી રાઉન્ડ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સ્વિટ્ઝર્લેન્ડની આગામી મેચ સર્બિયા સામે છે. બંને ટીમો વચ્ચેની આ મેચ 2 ડિસેમ્બરે રમાશે. બ્રાઝિલની ટીમ આ જ દિવસે કેમરૂન સામે ટકરાશે. સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રાઝિલની ટીમો વચ્ચે 2-2 મેચ રમાઈ છે. બ્રાઝિલના બે મેચમાં છ પોઈન્ટ છે જ્યારે સ્વિટ્ઝર્લેન્ડના 3 પોઈન્ટ છે. 

FIFA World Cup 2022: ઘાનાની સાઉથ કોરિયા પર 3-2થી જીત સાથે આગલા રાઉન્ડની આશા જીવંત, જાણો મેચનો હાલ

Ghana vs Korea Republic Match Report: ફિફા વર્લ્ડ કપમાં આજે ઘાના અને દક્ષિણ કોરિયાની ટીમો આમને-સામને હતી. આ મેચમાં ઘાનાએ દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું હતું. જોકે, દક્ષિણ કોરિયા સામેની જીત બાદ ઘાનાએ રાઉન્ડ ઓફ 16માં પહોંચવાની આશા જીવંત રાખી છે. વાસ્તવમાં દક્ષિણ કોરિયા સામે ઘાનાની જીતને પલટવાર તરીકે જોવામાં આવી રહી છે. દક્ષિણ કોરિયાની FIFA રેન્કિંગ 28 છે, જ્યારે ઘાના 61મું સ્થાન ધરાવે છે.

દક્ષિણ કોરિયાએ મેચની શરૂઆત સ્ટાઈલમાં કરી હતી, પરંતુ તકોને ગોલમાં બદલી શકી નહોતી. આ મેચનો પ્રથમ ગોલ ઘાનાએ કર્યો હતો. ઘાનાના મોહમ્મદ સલિસુએ 24મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. આ પછી મોહમ્મદ કુદુસે 34મી મિનિટે ગોલ કર્યો હતો. જોકે કોરિયન ટીમે ત્રણ મિનિટમાં બે ગોલ કરીને સ્કોર 2-2 કરી દીધો હતો. દક્ષિણ કોરિયાએ 58મી અને 61મી મિનિટમાં ગોલ કર્યા હતા. દક્ષિણ કોરિયા માટે બંને ગોલ ચો ગ્યુસાંગે હેડર પર કર્યા હતા. 

કેમરુન અને સર્બિયા વચ્ચેનો મુકાબલો 3-3થી ડ્રો, જાણો મેચનો હાલ

આજે ફિફા વર્લ્ડ કપની પ્રથમ મેચમાં કેમરૂન અને સર્બિયાની ટીમો આમને-સામને હતી. બંને ટીમો વચ્ચેની મેચ 3-3ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. વાસ્તવમાં કેમરૂન અને સર્બિયા વચ્ચેની મેચ ડ્રો થયા બાદ બંને ટીમોના આ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની શક્યતા વધી ગઈ છે. કેમરૂન અને સર્બિયા વચ્ચેની મેચ ડ્રોમાં સમાપ્ત થઈ, જેના કારણે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા. આવી સ્થિતિમાં, જો કેમેરૂન અને સર્બિયા તેમની છેલ્લી મેચ જીતી જાય તો પણ આગામી રાઉન્ડમાં પહોંચવાની શક્યતા ઘણી ઓછી છે.

આ મેચનો પ્રથમ ગોલ કેમરૂનની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ હાફના અંતે સર્બિયાએ બે મિનિટના ગાળામાં બે ગોલ કરીને તેને 2-1થી બરાબર કરી દીધી હતી. સર્બિયાએ બીજા હાફની શરૂઆતમાં ફરી ગોલ કર્યો. આ રીતે સર્બિયાએ મેચમાં 3-1થી સરસાઈ મેળવી હતી. જોકે કેમરૂને શાનદાર વાપસી કરી હતી. કેમરૂનની ટીમે 64મી અને 66મી મિનિટમાં ગોલ કર્યા હતા. જે બાદ બંને ટીમો 3-3 ગોલ સુધી પહોંચી હતી. જોકે આ પછી બંને ટીમો કોઈ ગોલ કરી શકી ન હતી. પરિણામે કેમરૂન અને સર્બિયા વચ્ચેની મેચ 3-3ની બરાબરી પર સમાપ્ત થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડMansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Embed widget