FIFA WC 2022 Qatar: ઉરુગ્વેએ ઘાના સામે 2-0થી જીત મેળવી છતા વર્લ્ડકપમાંથી બહાર
ઉરુગ્વેએ ઘાના સામે 2-0થી જીત મેળવી છે. આ જીત બાદ પણ ઉરુગ્વે નોકઆઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય કરી શકી નથી.
FIFA WC 2022 Qatar: કતાર દ્વારા આયોજિત ફીફા વર્લ્ડ કપ 2022 સીઝનમાં, શુક્રવારે (2 ડિસેમ્બર) ના રોજ ગ્રુપ-એચમાં બે મહત્વપૂર્ણ મેચો હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કપ્તાનીમાં પોર્ટુગલ અને દક્ષિણ કોરિયા વચ્ચે મેચ રમાઈ હતી. જ્યારે બીજી મેચ ઘાના અને ઉરુગ્વે વચ્ચે થઈ હતી. બંને મેચ બાદ આ ગ્રુપમાંથી પોર્ટુગલ અને સાઉથ કોરિયાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ઉરુગ્વેએ ઘાના સામે 2-0થી જીત મેળવી છે. આ જીત બાદ પણ ઉરુગ્વે નોકઆઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય કરી શકી નથી.
Despite the win, Uruguay exit the World Cup with Ghana. @adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) December 2, 2022
આ મેચમાં શરૂઆતથી જ ઉરુગ્વેએ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. મેચના પહેલા હાફમાં જ્યોર્જિયો ડી અરાસ્કેટાએ પોતાની શાનદાર રમત બતાવી ઉરુગ્વેને 2-0ની અજેય સરસાઈ અપાવી હતી. તેણે આ ગોલ પહેલા હાફમાં જ 26મી અને 32મી મિનિટમાં કર્યા હતા. પરંતુ આ જીત સાથે ઉરુગ્વેની ટીમ નોકઆઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય કરી શકી નથી.
FIFA WC 2022 Qatar: દક્ષિણ કોરિયાએ મોટો ઉલટફેર કરતા પોર્ટુગલ સામે 2-1થી મેચ જીતી
કતાર દ્વારા આયોજિત ફીફા વર્લ્ડ કપ 2022 સીઝનમાં, શુક્રવારે (2 ડિસેમ્બર) ના રોજ ગ્રુપ-એચમાં બે મહત્વપૂર્ણ મેચો હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કપ્તાનીમાં પોર્ટુગલ અને દક્ષિણ કોરિયા વચ્ચે મેચ રમાઈ હતી. જ્યારે બીજી મેચ ઘાના અને ઉરુગ્વે વચ્ચે થઈ હતી. બંને મેચ બાદ આ ગ્રુપમાંથી પોર્ટુગલ અને સાઉથ કોરિયાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
રોનાલ્ડોની ટીમ પોર્ટુગલે પોતાની શરૂઆતની બંને મેચો જીતીને નોકઆઉટ રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. પરંતુ તેની ત્રીજી મેચમાં તેને દક્ષિણ કોરિયાના હાથે મોટા ઉલટફેરમાં હારનો સામનો કરવો પડ્યો છે. કોરિયન ટીમે પોર્ટુગલને 2-1થી હરાવ્યું હતું. હાર છતાં પોર્ટુગલે પોતાના ગ્રુપમાં ટોપ પર રહીને પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું.
પરંતુ બીજા હાફમાં કોરિયન ટીમે પોતાની જોરદાર રમત બતાવી વધારાના સમયમાં લીડ મેળવી મેચ જીતી લીધી હતી. કોરિયાએ તેનો બીજો ગોલ 90+1 મિનિટમાં કર્યો. આ ગોલ હ્વાંગ હી ચાને કર્યો હતો. આ સાથે મેચ 2-1થી જીતી લીધી હતી.