શોધખોળ કરો

FIFA World Cupમાંથી બહાર થયો ફ્રાન્સનો આ સ્ટાર ફોરવર્ડ ખેલાડી, ટ્રેનિંગ સેશન દરમિયાન પહોંચી ગંભીર ઇજા

FIFA વર્લ્ડ કપ 2022નું અભિયાન શરૂ થાય તે પહેલા જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને મોટો ઝટકો લાગ્યો છે

France Football Team: FIFA વર્લ્ડ કપ 2022નું અભિયાન શરૂ થાય તે પહેલા જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફોરવર્ડ ખેલાડી Christopher Nkunku વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ટ્રેનિંગ સેશન દરમિયાન તેને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે.

આરબી લીપઝિગના આ સ્ટાર સ્ટ્રાઈકરને મંગળવારે ઈજા થઈ હતી. તેની ઈજાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટ્રેનિંગ દરમિયાન તે સાથી ખેલાડી એડ્યુરાર્ડો કૈમાવિંગા સાથે ટકરાયો હતો અને આ ટક્કરને કારણે તેને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી.

ફ્રેન્ચ ફૂટબોલ ફેડરેશને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું  કે ક્રિસ્ટોફરનો એક્સ-રે સાંજે જ કરવામાં આવ્યો હતો જેમાં કમનસીબે ગંભીર ઈજા હોવાનું બહાર આવ્યું હતું. ફેડરેશને એમ પણ કહ્યું હતું કે ક્રિસ્ટોફરના બદલે ખેલાડીની જાહેરાત  ફિફાને અમારા દ્વારા મોકલવામાં આવેલી મેડિકલ ફાઇલને મંજૂરી મળ્યા બાદ જાહેર કરવામાં આવશે.

આ ત્રણ દિગ્ગજ ખેલાડી પણ ઈજાના કારણે બહાર છે

આ વખતે ફ્રેન્ચ ટીમ ઈજાની સમસ્યાથી ઝઝૂમી રહી છે. ઈજાના કારણે ત્રણ મોટા દિગ્ગજ પહેલાથી જ ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી. પોલ પોગ્બા, એનગોલો કાંટે અને પ્રેસ્નેલ કિમ્પેમ્બે ઈજાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયા હતા.

ફ્રાન્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે

રશિયામાં યોજાયેલ છેલ્લો ફિફા વર્લ્ડ કપ ફ્રાન્સે જીત્યો હતો. આ પહેલા વર્ષ 2016માં પણ ફ્રાન્સની ટીમ યુરો ચેમ્પિયન બની હતી. મોટી ટુર્નામેન્ટમાં ફ્રાન્સની તાજેતરની સફળતાથી તે આ વખતે પણ વર્લ્ડ કપ જીતવાની દાવેદાર છે. ફ્રાન્સમાં કરીમ બેન્ઝેમા, એમબાપ્પે અને ગ્રીઝમાન જેવા સ્ટાર ફોરવર્ડ ખેલાડીઓ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

Embed widget