FIFA World Cup 2022 : આર્જેન્ટિનાનો હુંકાર, વોર્મ-અપ મેચમાં જ દુનિયાને દેખાડ્યો પરચો
વોર્મ-અપ મેચમાં આર્જેન્ટિના ફીફા વર્લ્ડકપ 2022 માટેની પોતાની તૈયારીઓનું એક નાનુ નજરાણૂં રજુ કરતુ હોય એમ યૂએઈને 5-0થી કારમો પરાજય આપ્યો હતો.
FIFA World Cup : ફૂટબોલ જગતના સૌથી મોટા કપ એવા ફીફા વર્લ્ડકપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વોર્મ-અપ મેચમાં આર્જેન્ટિના ફીફા વર્લ્ડકપ 2022 માટેની પોતાની તૈયારીઓનું એક નાનુ નજરાણૂં રજુ કરતુ હોય એમ યૂએઈને 5-0થી કારમો પરાજય આપ્યો હતો. વોર્મ-અપ મેચમાં જ આર્જેન્ટિનાએ યૂએઈને સજ્જડ પરાજય આપી પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. તો જર્મની,પોલેન્ડ અને ટ્યૂનિશિયાએ પણ પોત પોતાની મેચ જીતી લીધી હતી.
મેચમાં એંજલ ડી મારીયા, અલવરાજ, મેસી અને જોકિન કોરિયાએ ગોલ ફટકાર્યા હતાં. જાહેર છે કે,આર્જન્ટિના હાલ શાનદાર ફોર્મમાં છે. તે છેલ્લી 36 મેચોથી અપરાજીત રહી છે.
વોર્મ અપ મેચમાં શરૂઆતથી જઆર્જેન્ટિનાએ પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. 17મી મીનીટમાં જુલિયન અરવરાજે મેસ્સીના પાસ પર શાનદાર ગોલ ફટકાર્યો હતો. ત્યાર બાદ ડી મારિયાએ એક પછી એક બે ગોલ કરી ટીમને શાનદાર બઢત અપાવી દીધી હતી. તો હાફ ટાઈ પહેલા જ મેસ્સીએ ગોલ કરી વિરોધી ટીમની મુશ્કેલીઓ વધારી દીધી હતી. હાફ ટાઈમ આવતા આવતા તોઆર્જેન્ટિનાએ 4-0ની લીડ સુદ્ધા લઈ લીધી હતી. બીજા હાફમાં જોકિન કોરિયાએ 60મી મીનિટે વધુ એક ગોલ ફટકારી ટીમે 5-0ની લીડ લેતા આર્જન્ટિના વિરોધી ટીમ યૂએઈ પર હાવી થઈ ગયું હતું.
જ્યારે જર્મની, પોલેન્ડ અને ટ્યૂનિશિયાએ પણ પોત પોતાની મેચ જીતી લીધી હતી. પરંતુ મેક્સિકોએ હારનો સામનો કરવો પડ્યો હતો. જર્મનીએ ઓમાનને 1-0થી પરાજય આપ્યો હતો. ફુલક્રગે જર્મની માટે વિજયી ગોલ ફટકાર્યો હતો. બીજી બાજુ ટ્યુનિશિયાએ ઈરાનને 2-0થી સજ્જડ પરાજય આપ્યો હતો. 201ના વર્લ્ડકપની રનર અપ ક્રોએશિયાએ પણ સાઉદી અરબને 1-0થી પરજાય આપી પોતાની તૈયારીઓની એક ઝલક દેખાડી દીધી હતી.
અન્ય મુકાબલામાં પોલેન્ડે ચિલીને 1-0થી પરાજય આપ્યો હતો. ક્રિસ્ટાફ પાયતેકે 85મી મીનીટમાં ગોલ કરીને પોલેન્ડને જીત અપવઈ હતી. બીજી બાજુ મેક્સિકોનો સ્વિડન સામે 1-2થી પરાજય થયો હતો.
આજની મેચો
ફીફા વર્લ્ડકપમાં આજે પણ 5 વોર્મ-અમ પેચ રમાશે. બપોરે 3:30 વાગ્યે સ્વિત્ઝરલેન્ડનો મુકાબલો ઘાના સામે થશે. સાંજે 7:10 વાગ્યે કેનેડા અને જાપાન સામ સામે રમશે. જ્યારે 7:30 વાગ્યે ઈરાકની ઋટક્કર ક્રોએશિયા સાથે થશે. રાત્રે 9:30 વાગ્યે વધુ બે મેચો રમાશે. જેમાં જાપાનની ટીમ જોર્ડન સામે તો મોરોક્કોની ટક્કર જ્યોર્જિયા સાથે થશે.