શોધખોળ કરો

FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ

FIFA World Cup 2026: ગુરુવાર રાત્રે મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટક્કર સાથે શરૂ થતી આ ટુર્નામેન્ટ 19 જૂલાઈના રોજ ન્યૂ જર્સીમાં ફાઇનલ સાથે સમાપ્ત થશે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 48 દેશો, 104 મેચો; ઉષ્ણકટિબંધીય ગરમીમાં રમવું પડકારજનક.
  • રોનાલ્ડો, મેસ્સી, નેમાર, એમબાપ્પે ટ્રોફી માટે ટકરાશે; 19 જુલાઈ સુધી.
  • ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં સ્ટાર પરફોર્મ કરશે; અઝટેકા ઇતિહાસ રચશે.

FIFA World Cup 2026:  48 દેશો, 1248 ખેલાડીઓ અને લક્ષ્ય એક ફિફા વર્લ્ડ કપ ટ્રોફી. એક એવી ટ્રોફી જે અત્યાર સુધી ફક્ત આઠ દેશોએ જીતી છે. અમેરિકાના ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં જ્યાં સરેરાશ તાપમાન 32 ડિગ્રી છે, વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ તેમના રમત દ્વારા તાપમાનને વધુ વધારવાનો પ્રયાસ કરશે. આગામી 39 દિવસ સુધી વિશ્વ ફૂટબોલ મેદાન પર એકત્ર થશે.

ગુરુવાર રાત્રે મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટક્કર સાથે શરૂ થતી આ ટુર્નામેન્ટ 19 જૂલાઈના રોજ ન્યૂ જર્સીમાં ફાઇનલ સાથે સમાપ્ત થશે. અત્યાર સુધીના સૌથી મોટા અને શાનદાર વર્લ્ડ કપમાં બધાની નજર પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી, ફ્રાન્સના કિલિયન એમબાપ્પે અને બ્રાઝિલના નેમાર પર રહેશે.

રોનાલ્ડોનો વર્લ્ડ કપ જીતવાનો આ છઠ્ઠો પ્રયાસ હશે. નેમારે પણ આ કિંમતી ટ્રોફી જીતી નથી. દરમિયાન મેસ્સી અને એમબાપ્પે બીજી વખત તેને જીતવા માંગશે પરંતુ તે સરળ નહીં હોય. વર્તમાન વર્લ્ડ કપમાં ભાગ લેનારા કોઈપણ ખેલાડી આટલા ગરમ હવામાનમાં રમ્યા નથી.

આ પણ વાંચોઃ FIFA World Cup 2026: ભારતમાં ફીફા વર્લ્ડકપ 2026ની મેચ કેટલા વાગ્યે જોઈ શકાશે? જાણો

આ પહેલા ફક્ત એક જ વાર ફિફા વર્લ્ડ કપ આટલી ગરમીમાં રમાયો છે. તે વર્ષ 1994 હતું અને યજમાન રાષ્ટ્ર યુનાઇટેડ સ્ટેટ્સ હતું. જેમને તે વર્લ્ડ કપ યાદ છે તેમને હજુ પણ ગરમી અસ્વસ્થ લાગે છે. તે વર્ષે ચેમ્પિયન બ્રાઝિલને ફરી એકવાર તેમના સામ્બાથી વિશ્વને મોહિત કરવાની તક મળશે.

શકીરા અને બર્ના બાય પરફોર્મ કરશે

પ્રથમ મેચ અગાઉ 90 મિનિટની ઓપનિંગ સેરેમની યોજાશે, જેમાં શકીરા, બર્ના બાય, જે બૈલ્વિન, ટાયલા, માના, અલેજાન્ડ્રો ફર્નાન્ડીઝ અને બેલિન્ડા જેવા પ્રખ્યાત સ્ટાર્સ પરફોર્મ કરશે 

-આ વખતે 104 મેચ રમાશે, જે એક વર્લ્ડ કપમાં સૌથી વધુ છે, જે અગાઉ 64થી વધુ છે.

-મેક્સિકોનો એઝટેકા ત્રણ અલગ અલગ વર્લ્ડ કપ મેચનું આયોજન કરનાર પ્રથમ સ્ટેડિયમ બનશે.

-મેક્સિકોનો 17 વર્ષીય ગિલ્બર્ટો મોરા સૌથી નાની ઉંમરનો ખેલાડી હશે.

-જ્યારે સ્કોટલેન્ડનો ગોલકીપર ક્રેગ ગાર્ડન સૌથી મોટી ઉંમરનો ખેલાડી હશે.

-357 ખેલાડીઓ અગાઉ વર્લ્ડ કપ ટીમનો ભાગ રહી ચૂક્યા છે.

-891 ખેલાડીઓ પહેલી વાર ફિફા વર્લ્ડ કપનો અનુભવ કરશે.

આ દેશો પહેલી વાર રમશે.

કેપ વર્ડે, કુરાકાઓ, જોર્ડન અને ઉઝબેકિસ્તાન પહેલી વાર ફિફા વર્લ્ડ કપમાં રમશે.

Frequently Asked Questions

2026 ફિફા વર્લ્ડ કપ ક્યાં અને ક્યારે શરૂ થશે?

આ ટુર્નામેન્ટ ગુરુવાર રાત્રે મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટક્કર સાથે શરૂ થશે. ફાઇનલ 19 જુલાઈના રોજ ન્યૂ જર્સીમાં રમાશે અને 39 દિવસ સુધી ચાલશે.

આ ફિફા વર્લ્ડ કપમાં કેટલી મેચો રમાશે અને શું કોઈ ખાસ રેકોર્ડ બનશે?

આ વખતે 104 મેચ રમાશે, જે એક વર્લ્ડ કપમાં સૌથી વધુ છે. મેક્સિકોનો એઝટેકા ત્રણ અલગ વર્લ્ડ કપ મેચનું આયોજન કરનાર પ્રથમ સ્ટેડિયમ બનશે.

કયા દેશો પહેલીવાર ફિફા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા છે?

કેપ વર્ડે, કુરાકાઓ, જોર્ડન અને ઉઝબેકિસ્તાન આ વખતે પહેલીવાર ફિફા વર્લ્ડ કપનો અનુભવ કરશે.

ફિફા વર્લ્ડ કપ 2026ની ઓપનિંગ સેરેમનીમાં કયા કલાકારો પરફોર્મ કરશે?

ઓપનિંગ સેરેમનીમાં શકીરા, બર્ના બાય, જે બૈલ્વિન, ટાયલા, માના, અલેજાન્ડ્રો ફર્નાન્ડીઝ અને બેલિન્ડા જેવા પ્રખ્યાત સ્ટાર્સ પરફોર્મ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget