(Source: ECI/ABP News/ABP Majha)
FIFA World Cup: ગુલિરમોથી લઇને હૈરી કેન સુધી, આ 27 ખેલાડીઓ જીત્યા છે ગોલ્ડન બૂટ
1930 થી 1978 સુધી ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને કોઈ સત્તાવાર ખિતાબ આપવામાં આવ્યો ન હતો.
FIFA World Cup Golden Boot: 1930 થી 1978 સુધી ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને કોઈ સત્તાવાર ખિતાબ આપવામાં આવ્યો ન હતો. તેમને માત્ર રેન્ક આપવામાં આવ્યો હતો. 1982 થી 'ગોલ્ડન શૂ' એવોર્ડ ટોપ સ્કોરરને આપવામાં આવતો હતો અને પછી 2010 થી તેનું નામ બદલીને 'ગોલ્ડન બૂટ' કરવામાં આવ્યું હતું. શરૂઆતના વર્ષોમાં ભલે સૌથી વધુ ગોલ કરનારને કોઈ પુરસ્કાર આપવામાં આવ્યો ન હતો, પરંતુ ફિફા તેમને 'ગોલ્ડન બૂટ' વિજેતાઓમાં રાખે છે. આ રીતે ફિફા વર્લ્ડ કપના 92 વર્ષના ઈતિહાસમાં આયોજિત 21 વર્લ્ડ કપમાં કુલ 27 ગોલ્ડન બૂટ વિજેતા બન્યા છે.
વર્લ્ડ કપ 2018: ઈંગ્લેન્ડના હેરી કેન (6)
વર્લ્ડ કપ 2014: કોલંબિયાના જેમ્સ રોડ્રિગ્ઝ (6)
વર્લ્ડ કપ 2010: જર્મનીના થોમસ મૂલર (5)
વર્લ્ડ કપ 2006: જર્મનીના મિરોસ્લેવ ક્લોસે (5)
વર્લ્ડ કપ 2002: બ્રાઝિલનો રોનાલ્ડો (8)
વર્લ્ડ કપ 1998: ક્રોએશિયાના ડેવૉર સેકર (6)
વર્લ્ડ કપ 1994: રશિયાના ઓલેગ સાલેન્કો અને બુલ્ગારિયાના હ્રીસ્તો સ્ટોઇચકોવ (6)
વર્લ્ડ કપ 1990: ઇટાલીના સાલ્વાટોર ચિઆલ્સી (6)
વર્લ્ડ કપ 1986: ઈંગ્લેન્ડના ગૈરી લિનકર (6).
વર્લ્ડ કપ 1982: ઇટાલીના પાઉલો રોસી (6)
વર્લ્ડ કપ 1978: આર્જેન્ટિનાના મારિયો કેમ્પ્સ (6)
વર્લ્ડ કપ 1974: પોલેન્ડના ગ્રઝેગોર્ઝ (7)
વર્લ્ડ કપ 1970: જર્મનીના ઝર્ડ મુલર (10)
વર્લ્ડ કપ 1966: પોર્ટુગલનો યુસેબિયો (9)
વર્લ્ડ કપ 1962: ફ્લોરિયન આલ્બર્ટ, વેલેન્ટિન ઇવાનોવ, ગેરિન્ચા, વાવા, ડ્રેજન જાર્કોવિક, લિયોનેલ સાંચેઝ (4)
વર્લ્ડ કપ 1958: ફ્રાન્સનો જસ્ટ ફોન્ટેન (13)
વર્લ્ડ કપ 1954: હંગેરીનો સેન્ડોર કોચિસ (11)
વર્લ્ડ કપ 1950: બ્રાઝિલના આડેમીર (8)
વર્લ્ડ કપ 1938: બ્રાઝિલના લિયોનાઇડસ (7)
વર્લ્ડ કપ 1934: ચેકોસ્લોવાકિયાના એલ્ડ્રિચ નેજડલી (5).
વર્લ્ડ કપ 1930: આર્જેન્ટિનાના ગુલિરેમો સ્ટેબિલે (8)
ફિફા વર્લ્ડ કપ 2022 ગ્રુપ્સ
ગ્રુપ-એઃ ઇક્વાડોર, નેધરલેન્ડ્સ, સેનેગલ, કતાર
ગ્રુપ-બીઃ ઇગ્લેન્ડ, વેલ્સ, યુએસએ, ઇરાન
ગ્રુપ-સીઃ પોલેન્ડ, આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો
ગ્રુપ-ડીઃ ફ્રાન્સ, ટ્યૂનિશિયા, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક
ગ્રુપ-ઇઃ કોસ્ટા રિકા, જર્મની, સ્પેન, જાપાન
ગ્રુપ-એફઃ ક્રોએશિયા, મોરક્કો, બેલ્જિયમ, કેનેડા
ગ્રુપ-જીઃ સર્બિયા, બ્રાઝીલ, કેમરૂન, સ્વિઝરલેન્ડ
ગ્રુપ-એચઃ ઉરુગ્વે, કોરિયા રિપબ્લિક, પોર્ટુગલ, ઘાના