FIH Awards 2021: ભારતીય હૉકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને ગુરજીત કૌરને FIH એ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ માટે કર્યા નૉમિનેટ
FIH Awards 2021: હાલમાં જ સંપન્ન ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારતીય પુરુષ (Indian Men Hockey Team) અને મહિલા હોકી (Indian Women Hockey Team) ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
FIH Awards 2021: હાલમાં જ સંપન્ન ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારતીય પુરુષ (Indian Men Hockey Team) અને મહિલા હોકી (Indian Women Hockey Team) ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય પુરુષ હોકી ટીમે ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ બ્રોન્ઝ મેડલ (Bronze Medal) પોતાના નામે કર્યો હતો. આ સિવાય મહિલા હૉકી ટીમે મેડલથી ચૂકી ગયું હતું. બંને ટીમોએ પોતાના શાનદાર પ્રદર્શનથી દુનિયાભરમાં નોંધ મેળવી હતી. આજ કારણ છે કે અંતરરાષ્ટ્રીય હૉકી મહાસંઘ (FIH) એ હરમનપ્રીત સિંહ (Harmanpreet Singh) અને ગુરજીત કૌર (Gurjeet Kaur) ને પ્લેયર ઓફ ધ યર (Player of the Year) એવોર્ડ માટે નામાંકિત કર્યા છે.
ભારતીય ખેલાડીઓ લગભગ તમામ કેટેગરીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા. ભારતીય ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ (PR Sreejesh) પુરુષ વિભાગમાં શ્રેષ્ઠ ગોલકીપર બનવાની રેસમાં છે, જ્યારે મહિલા વિભાગમાં સવિતા પુનિયા (Savita Puniya)ને આ ખિતાબ માટે નોમિનેશન મળ્યું છે. આ સિવાય ભારતીય પુરુષ ટીમના મુખ્ય કોચ ગ્રેહામ રીડ અને તેમની મહિલા ટીમના સમકક્ષ શોર્ડ મરિનને પુરુષો અને મહિલાઓ માટે FIH કોચ ઓફ ધ યર માટે નામાંકિત કરવામાં આવ્યા છે.
હરમનપ્રીતે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાની ડ્રેગ-ફ્લિકથી આઠ મેચમાં છ ગોલ કર્યા હતા, જેથી ભારતીય પુરુષ ટીમને ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ અપાવવામાં મદદ કરી હતી. ટીમે આ મેડલ સાથે 41 વર્ષની રાહનો અંત કર્યો. બીજી બાજુ ગુરજીત ભારતીય મહિલા ટીમના મહત્વના સભ્ય હતા જે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફમાં બ્રિટન સામે હારી ગયા હતા. જો કે, ટીમ પ્રથમ વખત ઓલિમ્પિક સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. પંજાબની આ 25 વર્ષીય ખેલાડીએ ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ગોલ કરીને ટીમને 1-0થી જીત અપાવી હતી.
ઘુટણમાં ઈજાના કારણે Bajrang Punia વિશ્વ ચેમ્પિયનશિપમાંથી બહાર
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં બ્રોન્ઝ મેડલ જીતનારા બજરંગ પૂનિયા (Bajrang Punia) આગામી કુશ્તી વિશ્વ ચેમ્પિયનશિપ (World Wrestling Championship)માં ભાગ નહી લઈ શકે. ટોક્યો ઓલિમ્પિક પહેલા ઘુટણાં ઈજાના કારણે સારવાર માટે બજરંગને છ સપ્તાહ રિહેબિલિટેશનની સલાહ આપવામાં આવી છે. વિશ્વ ચેમ્પિયનશિપનું આયોજન નોર્વે (Norway)ના ઓસ્લો (Oslo) માં 2થી 10 ઓક્ટોબર સુધી કરવામાં આવશે અને રિહેબિલિટેશન કાર્યક્રમ પૂર્ણ થવા સુધી બજરંગ ટ્રેનિંગ શરુ નહી કરી શકે.
ઓલિમ્પિક પહેલા જૂનમાં રશિયામાં થયેલી ઈજાની ગંભીરતા જાણવા હાલમાં બજરંગે એમઆરઆઈ કરાવ્યું હતું અને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં રમત મેડિસિન કેંદ્રના પ્રમુખ ડૉ દિનશૉ પરદીવાલાની સલાહ લીધી હતી. બજરંગે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું, ‘‘લિગામેન્ટમાં ઈજા છે અને ડૉ દિનશૉએ મને છ સપ્તાહ સુધી રિહેબિલિટેશન કાર્યક્રમમાંથી પસાર થવાનું કહ્યું છે. હું વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ નહી લઈ શકું.’’