શોધખોળ કરો
Advertisement
3 વર્ષના ક્રિકેટરને મળવા પહોંચ્યો સ્ટીવ વૉ, વિરાટ કોહલી પણ બેટિંગ જોઈને રહી ગયો હતો દંગ
હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉએ શાહિદના ઘરે તેની સાથે મુલાકાત કરી હતી. સ્ટીવ વૉએ તેના પરિવાર સાથે સમય વીતાવ્યો હતો. સ્ટીવ તેની આગામી બુકમાં આ બાળ ક્રિકેટર અંગે લખવા માંગે છે.
કોલકાતાઃ થોડા સમય પહેલા ડાયપર પહેરીને બેટિંગ કરતા બાળ ક્રિકેટરનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જોઈને દરેક હેરાન રહી ગયા હતા. વીડિયોમાં બાળ ક્રિકેટર સ્ટ્રેટ ડ્રાઇવ, કવર ડ્રાઇવ અને શાનદાર શોટ્સ ફટકારતો હતો. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ બાળક અંગે જાણવા ઉત્સુકતા દર્શાવી હતી.
કોણે પોસ્ટ કર્યો હતો વીડિયો
બાળ ક્રિકેટર શાહિદની બેટિંગનો વીડિયો તેના પિતા એસકે શમશેર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જેમાં ડાયપર પહેરીને શાનદાર શોટ્સ ફટકારતો હતો. ડ્વેન બ્રાવો, માઇકલ વોન, કેવિન પીટરસન અને કોહલી સહિત અનેક ખેલાડી તેના બેટિંગ કૌશલ્યને જોઈ દંગ રહી હયા હતા.
કોહલીએ પૂછ્યું હતું, આ બાળક ક્યાંનો છે ?
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને ઈન્સ્ટાગ્રામ પર આ બાળકનો વીડિયો શેર કરીને મજાકના અંદાજમાં ભારતીય ટીમમાં સામેલ કરવાનું કહ્યું હતું. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી પણ આ બાળ ક્રિકેટરની પ્રતિભાથી ખૂબ પ્રભાવિત થયો હતો. કોહલીએ તેને અનરિયલ ગણાવ્યો હતો અને પૂછ્યું હતું, આ બાળક ક્યાંનો છે. જે બાદ એબીપી ન્યૂઝ આ બાળકના ઘરે પહોંચ્યું અને શેખ શાહિદ અંગે જાણકારી મેળવી હતી.
સ્ટીવ વૉએ કેમ કરી બાળ ક્રિકેટર સાથે મુલાકાત ?
આ બાળક કોલકાતાનું રહેવાસી છે. હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉએ શાહિદના ઘરે તેની સાથે મુલાકાત કરી હતી. સ્ટીવ વૉએ તેના પરિવાર સાથે સમય વીતાવ્યો હતો. સ્ટીવ તેની આગામી બુકમાં આ બાળ ક્રિકેટર અંગે લખવા માંગે છે.
BS6 Honda Dio સ્કૂટર થયું લોન્ચ, લુકમાં બદલાવ સાથે ઉમેરવામાં આવ્યા નવા ફીચર, જાણો કિંમત ન્યૂઝીલેન્ડમાં ફરી રહ્યા છે અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, ફેન્સ સાથેની તસવીરો થઈ વાયરલ સાનિયા મિર્ઝાએ માત્ર 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન, તસવીર જોઈ નહીં થાય વિશ્વાસ IND vs NZ: ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ખાસ પ્લાન, અંતિમ વન ડેમાં રમશે આ મોટો દાવView this post on InstagramWHAT?!?!?!?!?! Get him in your squad, @virat.kohli! Can you pick him?!?! 😱
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ગુજરાત
બોલિવૂડ
Advertisement