શોધખોળ કરો

BS6 Honda Dio સ્કૂટર થયું લોન્ચ, લુકમાં બદલાવ સાથે ઉમેરવામાં આવ્યા નવા ફીચર, જાણો કિંમત

બીએસ 4 વર્ઝનની તુલનામાં બીએસ 6 Honda Dioની કિંમત આશરે 7000 રૂપિયા વધારે છે.

નવી દિલ્હીઃ હોન્ડાએ BS6 કમ્પ્લાયંટ Honda Dio સ્કૂટર લોન્ચ કરી દીધું છે. આ સ્કૂટર બે વેરિયન્ટ સ્ટાન્ડર્ડ અને ડીલક્સમાં ઉપલબ્ધ છે. જેની કિંમત ક્રમશઃ 59,900 રૂપિયા અને 63,340 રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે. બીએસ 4 વર્ઝનની તુલનામાં બીએસ 6 Honda Dioની કિંમત આશરે 7000 રૂપિયા વધારે છે. અપડેટેડ Dio સ્કૂટરમાં બીએસ6 એન્જિન ઉપરાંત ડિઝાઇનમાં પણ બદલાવ થયો છે. ઉપરાતં નવા ફીચર પણ સામેલ કરવામાં આવ્યા છે. આપશે વધારે માઇલેજ નવી હોન્ડા Dioમાં બીએસ6 કમ્પ્લાયંટ 110સીસી એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન તાજેતરમાં લોન્ચ થયેલા એક્ટિવા 6Gમાં પણ છે. Dioનું એન્જિન 8,000rpm પર 7.79hpનો પાવર અને 5,250rpm પર 8.79Nm નો ટોર્ક જનરેટ કરે છે. કંપનીના દાવા મુજબ બીએસ 4 વર્ઝનના મુકાબલે આ સ્કૂટર વધારે માઇલેજ આપશે. હોન્ડાએ આ સ્કૂટરમાં સાઇલેંટ સ્ટાર્ટ સિસ્ટમ પણ આપી છે. નવા ફીચર અપડેટેડ વર્ઝનમાં ફુલ ડિજિટલ ઈન્સ્ટ્રૂમેંટ કલસ્ટર આપવામાં આવ્યું છે. જેમાં તમને રેન્જ, માઇલેજ, રિયલ ટાઇમ માઇલેજ અને સર્વિસ ડ્યૂ ઈન્ડિકેટર જેવી જાણકારી મળશે. ઉપરાંત ઓપ્શનલ સાઇડ સ્ટેન્ડ ડાઉન એન્જિન ઈન્હિબિટર ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરથી જો તમારા સ્કૂટરનું સાઇડ સ્ટેન્ડ નીચે હશે તો સ્ટાર્ટ જ નહીં થાય. આ ઉપરાંત લાઈટ સ્વિચ અને એક્સટર્નલ ફ્યૂલ ફિલર જેવા ફીચર પણ સામેલ કરવામાં આવ્યા છે. ફ્રેશ લુક હોન્ડાએ Dio સ્કૂટરની સ્ટાઇલિંગ પણ અપડેટ કરી છે. નવી એલઈડી હેડલાઇટ, મોર્ડન ટેલલેમ્પ ડિઝાઇન, સ્પિલટ ગ્રેબ રેલ્સ, શાર્પ લોગો અને નવા બોડી ગ્રાફિક્સ સ્કૂટરને શાનદાર લૂક આપે છે. નવા મૉડલમાં 12 ઈંચનું ફ્રન્ટ વ્હીલ આપવામાં આવ્યું છે, જ્યારે બીએસ 4 મોડલમાં 10 ઈંચનું વ્હીલ હતું. ફ્રંટમાં હવે ટેલેસ્કોપિક સસ્પેંશન આપવામાં આવ્યું છે. કલર ઓપ્શન નવી હોન્ડા Dioના સ્ટાન્ડર્ડ વેરિયન્ટમાં ચાર કલર ઓપ્શન છે. જેમાં મેટ એક્સિસ ગ્રે મેટાલિક, કેન્ડી જેજી બ્લૂ, સ્પોર્ટ્સ રેડ અને વાઇબ્રન્ટ ઓરેન્જ સામેલ છે. ડીલક્લ વેરિયન્ટ ત્રણ કલર ઓપ્શન- મેટ રેડ મેટાલિક, ડેઝલ યલો મેટાલિક અને મેટ એક્સિસ ગ્રે મેટાલિકમાં ઉપલબ્ધ છે. ન્યૂઝીલેન્ડમાં ફરી રહ્યા છે અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, ફેન્સ સાથેની તસવીરો થઈ વાયરલ પશ્ચિમ બંગાળમાં હવે આટલા યૂનિટ ફ્રી વીજળી મળશે, બજેટમાં મમતા સરકારે કરી જાહેરાત સાનિયા મિર્ઝાએ માત્ર 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન, તસવીર જોઈ નહીં થાય વિશ્વાસ IND vs NZ: ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ખાસ પ્લાન, અંતિમ વન ડેમાં રમશે આ મોટો દાવ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget