શોધખોળ કરો
Advertisement
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ખાસ પ્લાન, અંતિમ વન ડેમાં રમશે આ મોટો દાવ
શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને ન્યૂઝીલેન્ડ સીરિઝમાં 2-0ની લીડ લઈ ચૂક્યુ છે અને હવે તેમની નજર ભારતનો વન ડે શ્રેણીમાં વ્હાઇટ વોશ પર છે.
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝ પૈકીનો ત્રીજો અને અંતિમ મુકાબલો આવતીકાલે રમાશે. શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને ન્યૂઝીલેન્ડ સીરિઝમાં 2-0ની લીડ લઈ ચૂક્યુ છે અને હવે તેમની નજર ભારતનો વન ડે શ્રેણીમાં વ્હાઇટ વોશ પર છે. ત્રીજી વન ડેમાં ભારત પ્રતિષ્ઠા બચાવવાની કોશિશ કરશે.
શું છે ગેમ પ્લાન ?
આ દરમિયાન ફાસ્ટ બોલર શાર્દુવ ઠાકુરે કહ્યું, વન ડે સીરિઝ ભલે ટીમ હારી ગઈ હોય પરંતુ તેનો મતબબ એ નથી કે અમે બધુ ગુમાવી દીધું. દરેક મેચ જીતવી જરૂરી હોય છે. અમે સીરિઝમાં 0-2થી પાછળ છીએ તેથી માત્ર અંતિમ વન ડે જીતવી જરૂરી નથી. દરેક ઈન્ટરનેશનલ મેચનું આગવું મહત્વ ગોય છે. અમે સીરિઝ ગુમાવી ચુક્યા હોવા છતાં જીતના ઈરાદા સાથે રમીશું.
મેચ જીતવા કોને કરવો પડશે સસ્તામાં આઉટ ?
શાર્દુલે કહ્યું, જીત હાંસલ કરવા અમારી ટીમે રોસ ટેલરને સસ્તામાં આઉટ કરવો પડશે. 35 વર્ષીય ટેલર આ સીરિઝમાં બંને મેચમાં શાનદાર દેખાવ કરી ચુક્યો છે. ભારતના બેટ્સમેનો તેને આઉટ કરી શક્યા નથી. પ્રથમ વન ડેમાં તેણે અણનમ 109 રન બનાવ્યા હતા અને બીજી વન ડેમાં 73 રન પણ નોટ આઉટ રહ્યો હતો.
લેગ સાઇડમાં ભગવાનની જેમ ફટકારે છે શોટ
ઠાકુરે કહ્યું, ટેલર શાનદાર રમી રહ્યો છે. તે લેગ સાઇડમાં તો ભગવાનની જેમ શોટ ફટાકારે છે. બંને વન ડેમાં અમારી પાસે ટેલરને આઉટ કરવાનો મોકો હતો પરંતુ અમે તેનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા. અમે તેને સસ્તામાં આઉટ કરીને પેવેલિયન મોકલીએ તે જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement