શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીનું કેન્સરથી થયું નિધન, ભારત સામે કર્યું હતું ડેબ્યૂ, જાણો વિગત
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓફ સ્પિનર બ્રૂસ યાર્ડલીનું 71 વર્ષની વયે નિધન થયું હતું. ફાસ્ટ બોલર તરીકે કરિયર શરૂ કર્યા બાદ થોડા સમય પછી ઓફ સ્પિનર બનનારા યાર્ડલી કેન્સરથી પીડાતા હતા. તેમણે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની કુનુનુરા જિલ્લા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મિડલેંડમાં 5 સપ્ટેમ્બર, 1947ના રોજ જન્મેલા યાર્ડલીએ જાન્યુઆરી 1978માં ભારત સામે એડિલેડમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ કેવિન રોબર્ટ્સે યાર્ડલીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, બ્રૂસ ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે મેદાનની અંદર તથા બહાર અનેક પ્રકારની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે કોમેન્ટેટર તરીકે પણ સેવા આપી હતી.A tribute to Bruce 'Roo' Yardley, who died today from cancer aged 71, a one-time seamer who adopted the unfashionable art of finger spin at a time during the 1970s when hefty, hairy chested fast bowlers bestrode the cricket world https://t.co/hegDDnmvvj pic.twitter.com/J9Ycx7xjx5
— cricket.com.au (@cricketcomau) March 27, 2019
યાર્ડલી 1996થી1998 સુધી શ્રીલંકાની રાષ્ટ્રીય ટીમના કોચ પણ હતા. તેઓ મુથૈયા મુરલીધરનની બોલિંગ એક્શનના સમર્થક હતા. યાર્ડલીએ 33 ટેસ્ટ મેચમાં 126 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેઓ છ વખત ઈનિંગમાં પાંચ કે તેથી વધારે વિકેટ ખેરવી હતી. તેમણે એક વખત મેચમાં 10 વિકેટ પણ ઝડપી હતી. આ ઉપરાંત ચાર અડધી સદીની મદદથી 978 રન પણ બનાવ્યા હતા. યાર્ડલી 7 વન ડે પણ રમ્યા હતા, જેમાં તેમણે 7 વિકેટ લીધી હતી.A sad day for Australian cricket. Former Test spinner Bruce Yardley has died, aged 71 https://t.co/hegDDnmvvj pic.twitter.com/D9Gcsm4k9y
— cricket.com.au (@cricketcomau) March 27, 2019
The Aussies will wear black armbands following the passing of 33-Test off-spinner Bruce Yardley #PAKvAUS pic.twitter.com/zwl3KWtGCN
— cricket.com.au (@cricketcomau) March 27, 2019
યાર્ડલીએ 105 ફર્સ્ટ ક્લાસ મેચમાં 2738 રન બનાવવાની સાથે 344 વિકેટ ઝડપી હતી. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 31 કેચ પણ પકડ્યા હતા.
On the day Australian cricket remembers former Test spinner Bruce Yardley, here he is taking a brilliant catch against the Windies back in 1982 pic.twitter.com/XsbFahHtKW
— cricket.com.au (@cricketcomau) March 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion