શોધખોળ કરો
Advertisement
આ ક્રિકેટરે પહેરી 50 તોલા સોનાની ચેઇન, લોકોને યાદ આવ્યો ‘વાસ્તવ’નો સંજય દત્ત
પ્રવિણ કુમાર ભારત તરફથી 6 ટેસ્ટ, 68 વન-ડે અને 10 ટી-20 મેચ રમ્યો છે. ગત વર્ષે ઑક્ટોબરમાં ભારતના ફાસ્ટ બૉલર પ્રવિણ કુમારે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ ગત વર્ષે ઑક્ટોબરમાં ભારતના ફાસ્ટ બૉલર પ્રવિણ કુમારે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. તેણે 2005માં લિસ્ટ એ માં ડેબ્યૂ કર્યા પછી 13 વર્ષની પોતાના સફર પર વિરામ લગાવી દીધી હતી. તે બંને તરફ બોલને મૂવ કરવામાં માહેર હતો. 33 વર્ષના આ બૉલરે વન-ડે ક્રિકેટમાં બૅટ્સમેનોને ઘણા પરેશાન કર્યા હતા. આ બૉલર પોતાની બૉલિંગ ઉપરાંત સોનાની ચેઈનના કારણે પણ ઓળખાતો હતો. જેને તે હંમેશા પહેરીને રાખતો હતો. જોકે 2014માં એ સમયે ઝટકો લાગ્યો હતો જયારે તેની 250 ગ્રામની ચેઈન ખોવાઇ ગઈ હતી. વિજય હઝારે ટ્રોફીમાં રમતી વખતે આ ઘટના બની હતી.
આ ચેઈન ખોવાયા ગયાના ઘણા સમય પછી તે ફરી પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો છે. આ વખતે તેણે ગળામાં અડધા કિલોની ચેઈન પહેરી છે. જેની આજના ભાવ પ્રમાણે કિંમત 18 લાખ રુપિયા કરતા પણ વધારે છે. તેણે અડધા કિલોની ચેઈન સાથેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. આ ફોટો જોતા બધાને વાસ્તવના સંજય દત્તની યાદ આવી ગઈ હતી. પ્રવિણ કુમારે આ ફોટો શેર કરતા કહ્યું હતું કે તે સંજય દત્તને ગંભીર રુપથી લે છે. ‘આ જો મા 50 તોલા?’ આ ડાયલોગ 1999માં સંજય દત્તની ફિલ્મ વાસ્તવનો છે. આ ડાયલોગ ઘણો લોકપ્રિય થયો હતો. નિવૃત્તિ લીધા પછી તે ટી-10 લીગમાં ઉતર્યો હતો. પ્રવિણ કુમાર ભારત તરફથી 6 ટેસ્ટ, 68 વન-ડે અને 10 ટી-20 મેચ રમ્યો છે. લોન્ચ થશે નવું સ્પ્લેન્ડર, આપશે વધારે માઇલેજ, જાણો વિગતે બોલીવુડની આ હોટ એક્ટ્રેસને ચૂંટણી પ્રચાર પડ્યો ભારે, ચાર બ્રાન્ડે ફાડ્યો છેડો, જાણો વિગત ટીમ ઈન્ડિયાએ કર્યું મોટું પરાક્રમ, વિશ્વની એક પણ ટીમ નથી કરી શકી, જાણો વિગત IND vs SA: બીજી ટેસ્ટમાં ભારતની ભવ્ય જીતના આ 5 ખેલાડી રહ્યા હીરો, જાણો કોણ-કોણ છેView this post on InstagramWhen I took sanju baba too seriously @duttsanjay "yeh dekh maa 50 tola" ????????????????????
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement