શોધખોળ કરો
Advertisement
આ છે વર્લ્ડકપ 2019ની ‘ફ્લોપ ઈલેવન’, આ યાદીમાં બે ભારતીય ખેલાડી પણ સામેલ
વર્લ્ડકપમાં ગેલે 8 મેચમાં 242 રન જ કર્યા. 30.25ની ખરાબ સરેરાશથી અને 88.32નાં નીચા સ્ટ્રાઇક રેટને જોઇને કોઈ ન કહે કે આ ક્રિસ ગેલની બેટિંગ હોય.
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019 અનેક કિસ્સામાં ખાસ રહ્યો છે. જ્યાં એક બાજુ વિશ્વને નવી વિજેતા ટીમ જોવા મળી તો અનેક યુવા ખેલાડીએ પોતાની છાપ છોડી. આ વર્લ્ડકપમાં એવી ટીમ પણ હતી જે પોતાના કદ પ્રમાણે પ્રદર્શન ન કરી શકી તો અનેક ખેલાડીઓમાં ફોર્મ, કંસિટન્સી અને અનેક મહત્ત્વના ફેક્ટર્સની ઉણપ જોવા મળી, તો આવો જાણીએ વર્લ્ડકપ 2019ની ફ્લોપ ઈલેવનમાં કોણ કોણ સામેલ છે.
ક્રિસ ગેલઃ વર્લ્ડકપમાં ગેલે 8 મેચમાં 242 રન જ કર્યા. 30.25ની ખરાબ સરેરાશથી અને 88.32નાં નીચા સ્ટ્રાઇક રેટને જોઇને કોઈ ન કહે કે આ ક્રિસ ગેલની બેટિંગ હોય.
માર્ટિન ગપ્ટિલઃ ગપ્ટિલે 20.86ની સરેરાશથી 186 રન બનાવ્યા અને બે વાર 0 રન પર આઉટ થયો. 2015માં ગપ્ટિલે બેવડી સદી ફટકારી હતી.
હાશિમ અમલાઃ આફ્રિકાના બેટ્સમેન અમલાએ 7 મેચમાં ફક્ત 203 રન જ બનાવ્યા જેમાં બે હાફ સેન્ચુરી સામેલ છે. તેણે એક પણ છગ્ગો ફટકાર્યો ન હતો. એવી કોઈ ઇનિંગ તે ના રમી શક્યો જે ટીમને જીત અપાવી શકે.
કેદાર જાધવઃ 34 વર્ષનો જાધવ ના તો બેટથી કમાલ કરી શક્યો કે ના તો બૉલથી. તેણે 5 મેચમાં 80 રન જ બનાવ્યા. જાધવને ધીમી બેટિંગનાં કારણે સેમિ-ફાઇનલમાં તક મળી નહીં.
ગ્લેન મેક્સવેલઃ મેચ વિનિંગ ઇનિંગ રમનારો ગ્લેન મેક્સવેલ પણ આ વર્લ્ડકપમાં ફ્લોપ સાબિત થયો. મેક્સવેલે 10 મેચોમાં ફક્ત 177 રન જ બનાવ્યા અને તેની એવરેજ 22.12ની રહી.
શોએબ મલિકઃ પાકિસ્તાનના અનુભવી બેટ્સમેને 3 મેચમાં 8 રન જ બનાવી શક્યો. મલિકની એવરેજ 2.66 રનની રહી હતી. બૉલિંગમાં પણ તે ફક્ત 1 વિકેટ લઇ શક્યો.
આન્દ્રે રસેલઃ આ ખેલાડી આઈપીએલ 2019નો સુપરસ્ટાર હતો. આઈપીએલમાં જેટલી શાનદાર બેટિંગ કરી હતી એટલી જ ખરાબ બેટિંગ તેણે વર્લ્ડકપમાં કરી.
સરફરાઝ અહમદઃ વર્લ્ડ કપમાં સરફરાઝ ના તો બેટથી કમાલ કરી શક્યો, કે ના તો કેપ્ટનશિપથી છાપ છોડી શક્યો. તેણે 8 મેચમાં કુલ 143 રન બનાવ્યા અને ફક્ત એક જ અડધી સદી ફટાકારી શક્યો.
રાશિદ ખાનઃ આ યુવા ખેલાડી પણ અફઘાનિસ્તાનની આશાઓ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નહીં. 9 મેચમાં તેણે 6 જ વિકેટો ઝડપી અને તેની એવરેજ 69.33ની રહી. ઇંગ્લેન્ડ સામે તેણે એક જ ઇનિંગમાં 11 છગ્ગા પડ્યા અને એક શરમજનક રેકૉર્ડ બનાવ્યો.
મશરફે મુર્તઝાઃ બાંગ્લાદેશના સીનિયર ખેલાડી મુર્તઝા વર્લ્ડકપમાં અસફળ રહ્યો. 35 વર્ષનાં આ કેલાડીએ 8 મેચમાં 336 બૉલ ફેંક્યા અને 361 રન આપી દીધા જેમાં તે ફક્ત 1 જ વિકેટ લઇ શક્યો.
કુલદીપ યાદવઃ આઈપીએલથી પાટા પરથી ઉતરેલી કુલદીપની ગાડી વિશ્વ કપમાં પણ ઉતરેલી જ રહી. ચાઇનામેને 7 મેચમાં કુલ 6 વિકેટો જ ઝડપી, જ્યાં તેની સરેરાશ 56.17ની રહી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion